ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ખૂબજ ખરાબ શરુઆત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે…
Category: SPORTS
ધોનીએ ફરી ‘પિત્તો’ ગુમાવતાં અમ્પાયરે નિર્ણય બદલવો પડ્યો
ઈન્ડિયન પ્રિમીયર લીગની 13મી સીઝનના 29મા મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ જીત હાંસલ કરી હતી.…
ઈશાન એકદમ થાકી ગયો હોવાને કારણે સુપરઓવરમાં બેટિંગ ન આપી: રોહિત
નખ કરડી ખાય તેવા મુંબઈ-બેંગ્લોર વચ્ચેના રોમાંચક મુકાબલામાં ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને બેંગ્લોરે આગેકૂચ કરી છે.…
રાજસ્થાનની જીતના હીરો રાહુલ તેવટિયાએ મેચ બાદ પોતાની બેટિંગને લઇને શું કહ્યું
આઇપીએલમાં ગઇકાલે રમાયેલી પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ હાઇસ્કૉરિંગ હોવાની સાથે સાથે હાઇ રોમાચક પણ રહી.…
WWEમાં છવાઈ લાલ ઓઢણી, જાણો કુસ્તીનાં મેદાનમાં કોણ ઝૂમ્યું ?
બોલીવુડનો નશો ફક્ત ભારતમાં જ નહિ પણ દુનિયાભરના લોકોના દીલમાં છવાઈને બોલે છે. બોલીવુડનો નશો હોલિવુડ…
પથ્થરબાજમાંથી ફૂટબૉલર બનેલી અફશાંનો કોણ છે આદર્શ જાણો
વર્ષ 2017માં શ્રીનગર ખાતે પોલીસ પર પથ્થરબાજી કરીને સમાચારોમાં ઝળકેલી કાશ્મીરી ફૂટબોલર અફશાં આશિકે તાજેતરમાં વડા…
સાત દિવસના આરામમાં વધુ પ્રેક્ટિસ મળશે : મહેન્દ્ર સિંહ ધોની
દુબઈ , આઈપીએલની ૧૩મી સીઝનમાં જીતથી શરૂઆત કરનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે . શુક્રવારે દિલ્હી કેપિટલ્સે ચેન્નઈને ૪૪ રનથી હરાવ્યું . કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત બીજી મેચમાં બેટ્સમેનોની નિષ્ફળતાથી નિરાશ જોવા મળ્યો . ધોનીએ કહ્યું કે , સાત દિવસના આરામથી તેમને કમીઓની જાણકારી મેળવવામાં મદદ મળશે . ચેન્નઈની આગામી મેચ ૨જી ઓક્ટોબરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે . ધોનીએ કહ્યું કે , મને નથી લાગતું કે આ અમારા માટે સારી મેચ હતી . જાકળ નહોતું , પરંતુ વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી અને અમારા બેટિંગ ડિપાર્ટમેન્ટમાં થોડી કમી લાગી અને આ હેરાન કરનારું છે . ધીમી શરૂઆતના કારણે રન રેટ વધારવાનું પ્રેશર બનતું ગયું . અમારે તેનું સમાધાન કાઢવું પડશે . ધોનીએ વધુમાં જણાવ્યું , અમને આગામી સાત દિવસ સુધી આરામની તક મળશે અને અમારા સ્પષ્ટ તસવીર સાથે કમબેક કરવું પડશે . રાયડુના આગામી મેચમાં કમબેક થવાથી ટીમનું સંતુલન સારું હશે . ધોની પોતાના બોલર્સના પ્રદર્શનથી પણ ખુશ નહોતો દેખાયો . કેપ્ટન કૂલ કહે છે , જો તમે બોલિંગ વિભાગ પર નજર કરો તો તેમાં નિરંતરતાનો અભાવ દેખાય છે . રાયડુએ આગામી મેચ રમવી જોઈએ અને ત્યારે જ અમે વધારાને બોલર સાથે ઉતરવા પર વિચાર કરી શકીએ છીએ . દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૪૪ રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની બીજી જીત મેળવી હતી . દિલ્હીએ પહેલા બેટિંગ માટે આમંત્રણ અપાયા બાદ ત્રણ વિકેટ પર ૨૦ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા . જેના જવાબમાં ચેન્નઈ ૭ વિકેટ પર ૧૩૧ રન જ બનાવી શકી . આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મેચ રાજસ્થાન રોયલ્સ સાથે રમાઈ હતી . જેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો . રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૬ રન બનાવ્યા હતા . જેના જવાબમાં ચેન્નઈ ૨૦ ઓવરમાં માત્ર ૨૦૦ રન જ બનાવી શકી હતી . આ મેચમાં પણ ધોની બેટિંગ માટે ખૂબ નીચેના ક્રમે આવતા ફેન્સ નારાજ થયા હતા . ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી મેચમાં સીએસકેની ટીમે કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે .
આજે પંજાબના ‘કિંગ્સ’ને બેંગ્લોરના ‘રોયલ’ પડકારશે
આજે આઈપીએલ અંતર્ગત દુબઈના સ્ટેડિયમ પર સાંજે 7:30 વાગ્યાથી વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કે.એલ.રાહુલની…