US કોર્ટનો ફેંસલો: મોદી-શાહ વિરૂદ્ધનો કેસ ફગાવ્યો, 735 કરોડનું અલગાવવાદી સંગઠનોએ માંગ્યુ હતું વળતર

અમેરિકાની એક ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ દાખલ કરેલો વળતરનો…

અમેરિકન સરકારની સિસ્ટમ પર રશિયન હેકર્સ ત્રાટક્યા

અમેરિકન સરકારની સિસ્ટમ પર રશિયન હેકર્સ ત્રાટક્યા હતા. ટ્રમ્પ સરકારના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે નાણા અને…

ફેસબુક અને ગૂગલે પત્રકારિતાનો દાટ વાળ્યો, ઓસ્ટ્રેલિયાની સરકાર નવો કાયદો બનાવી ફટકારશે મસમોટો દંડ

ફેસબુક અને ગૂગલથી જ્યાં દુનિયા ભરના લોકોને સોશિયલ મીડિયાથી ફાયદો થયો છે. તો વળી તેના કારણે…

ઇન્ડોનેશિયા ફ્રાન્સથી રાફેલ વિમાન ખરીદશે, ચીનને ફટકો

ચીનના આક્રમક વલણથી પરેશાન ઇન્ડોનેશિયા હવે ફ્રાન્સ પાસેથી રાફેલ લડાકૂ વિમાન ખરીદવા જઈ રહ્યું છે . ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લે એક ઇન્ટરવ્યૂંમાં આ ડીલની પૃષ્ટિ કરતા કહ્યું કે ૩૬ રાફેલ વિમાન વેચવાને લઈને દક્ષિણ પૂર્વી એશિયન દેશ ઇન્ડોનેશિયા સાથે ડીલ ફાઇનલ થઈ છે . લાંબા સમયથી બંને દેશો વચ્ચે રાફેલ વિમાનોના વેચાણને લઈને વાતચીત ચાલી રહી હતી . હવે સાઉથ ચાઇના સી માં ડ્રેગનના યુદ્ધપોતો જ નહીં તેના ફાઇટર જેટ્સ માટે પણ ખતરો વધી જશે . ફ્રાન્સની લા ટ્રિબ્યૂન ફાઇનેંશિયલ વેબસાઇટે પહેલા જ આ ડીલનો ખુલાસો કર્યો હતો . જોકે તે રિપોર્ટમાં ૩૬ના બદલે ૪૮ રાફેલ વિમાનનો ઉલ્લેખ હતો . જેમાં લખ્યું હતું કે જકાર્તા પોતાના રક્ષા સહયોગ વધારવા માટે ફ્રાન્સ સાથે રાફેલ વિમોનાના ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉત્સુક છે . આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષના અંત સુધી રાફેલ વિમાનોની ડીલ પર સમજુતી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી . ફ્રાન્સ અને ઇન્ડોનેશિયા વચ્ચે રક્ષા સંબંધોની હાલમાં શરૂઆત થઈ હતી . રાફેલ ડીલ પહેલા ૨૦૧૯માં ઇન્ડોનેશિયાના એરફોર્સ માટે આઠની સંખ્યામાં એરબસ હેલીકોપ્ટર એચ૨૨૫એમનો કરાર થયો હતો . નિક્કેઈ એશિયન રિવ્યૂના મતે ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રી પાર્બોવો સુબિઆંતોએ ઓક્ટોબરમાં પેરિસ પ્રવાસ સમયે આ ડીલને લઈને વાતચીત થઈ હતી . ચીન અને ઇન્ડોનેશિયા વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં નાતુના દ્વીપને લઈને વિવાદ છે . સાઉથ ચાઇના સી માં ચીનના વધી રહેલા ખતરાને જોતા ઇન્ડોનેશિયા સતત પોતાની સેનાને મજબૂત કરી રહ્યું છે .

ફાઈઝર કંપનીએ ભારતમાં કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી

અમેરિકાની ફાઈઝર કંપનીએ ભારતમાં પોતાની કોરોના વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરવા માટે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયા સમક્ષ…

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર

બિટકોઈન દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે અને રોકાણકારોમાં તે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યું છે.…

ઇરાનન રાષ્ટ્રપતિ એ ઇઝરાયલ પર લગાવ્યો વૈજ્ઞાનિકની હત્યાનો આરોપ :કહ્યું જવાબ આપીશું

ઇરાનના રાષ્ટ્રપતિ હુસેન રૂહાની એ પોતાના ટોચના પરમાણું વૈજ્ઞાનિક મોહસીન ફખરીજાહેરુ ની રાજધાની તહેરાન પાસે હત્યા…

અમેરિકાના વિસ્કોન્સિન મૉલમાં ફાયરિંગ : આઠ વ્‍યકિતઓને ઇજા : હુમલાખોર નાસી ગયા

અમેરિકાના વિસ્કોન્સિનના વાવાટોસામાં મિલ્વૌકી નજીકના એક મૉલમાં ગોળીબારમાં ૮ લોકો ઘાયલ થયા છે . હુમલો કરનાર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો . વાવાટોસા પોલીસ વડા બેરી વેબરે જણાવ્યું હતું કે તપાસ કરનારા મેફેયર મૉલ શૂટિંગમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે . બેરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક નિવેદનો દર્શાવે છે કે આ ઘટનાને અંજામ આપનાર આરોપી ૨૦થી ૩૦ વર્ષનો પુરુષ છે . પોલીસ વડાએ જણાવ્યું હતું કે ફાયર વિભાગ સાત પુખ્ત વયના લોકો અને એક કિશોરને હૉસ્પિટલમાં લઈ ગયા છે . મૉલમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ફાયરિંગ સાંભળીને ગ્રાહકોમાં ભયનું વાતાવરણ હતું . મૉલ સ્ટાફ તરત જ અંદર ગયો અને તમામ ગ્રાહકોને નીચે ઝૂકવા કહ્યું અને તેઓને મૉલની પાછળના ભાગમાં લઈ ગયા . એ જ સમયે મુખ્ય દરવાજો બંધ કરાયો હતો . તેમણે જણાવ્યું હતું કે મૉલની પાછળના ઓરડામાં ડઝનેક ગ્રાહકો અને છ કર્મચારીઓ બંધ હતા . પોલીસની ટીમ અહીં આવી ત્યારે જ આ લોકો બહાર આવ્યા હતા . તપાસકર્તાઓ શંકાસ્પદની ઓળખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે . તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર આરોપી પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ છટકી ગયો હતો .

અમેરીકામાં હોસ્પિટલો ફુલ : કાર પાર્કિંગમાં દર્દીઓની સારવાર : લોકડાઉન વિસ્તરશે

કોરોના સંક્રમણ સામે દુનિયા ઝઝુમી રહી છે. વેક્સિન આવવાની કાગડોળે રાહ જોવાઈ રહી છે પરંતુ એ…

ટ્વિટરએ ‘લદ્દાખ ઈન ચાઇના’ ભૂલ બદલ લેખિતમાં માફી માંગી

સોશિયલ મીડિયાની દિગ્ગજ ટ્વિટરએ ચીનમાં લદ્દાખને ખોટી રીતે બતાવવા બદલ સંસદીય પેનલ સમક્ષ લેખિતમાં માફી માંગી…