લુણાવાડા,
મહિસાગર જીલ્લાના વિરપુરના રહેણાંક વિસ્તારમાં ઉભેલ કારમાંં અચાનક આગ લાગતાં કાર રીપેરીંગ કરતાં કારીગરને હાથના ભાગે દાઝી જતાં ઈજાઓ થઈ સ્થાનિકોએ આગ બુઝાવવા પ્રયત્ન કર્યા ફાયર બ્રિગેડ આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ.
વિરપુરની બ્રહ્માણી સોસાયટીના કોમ્પ્લેકસમાં ઉભેલી કારમાં રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે શોર્ટ સર્કિટ થતા કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં આગ લાગતા કાર રીપેરીંગ કરતાં કારીગરને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાંં આવ્યો. કારમાં આગ લાગવાની ધટનાને લઈ અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા કારામાં લાગેલ આગને બુઝાવવા પ્રયત્નો કરાયા હતા અને ફાયર ફાયટરને ફોન કર્યા હતા અને ફાયર ફાયટર આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.