
મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એકવાર સ્પીડમાં દોડતી કારનો કહેર જોવા મળ્યો. નવી મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં મંગળવારે સવારે 9.46 કલાકે એક પુરુષ અને એક મહિલાને કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં એક ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બીજાની હાલત ગંભીર છે. અથડામણની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એનો 25 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે. એમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા મોબાઈલ ફોન પર વાત કરતી કરતી ચાલી રહી છે. જેવી તે થોડી આગળ વધે છે ત્યારે તેની પાસેથી એક યુવક ક્રોસ કરતો જોવા મળે છે. આ દરમિયાન સ્પીડમાં આવતી કારે આ મહિલા-પુરુષને ટક્કર મારી દે છે. દુર્ઘટના એટલી ભયાનક હોય છે કે મહિલા અને પુરુષ અનેક ફૂટ દૂર જઈને પડે છે. કાર આગળ જઈને અન્ય કાર સાથે અથડાય છે અને અટકી જાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે કાર-ડ્રાઇવરે ગાડીથી કંટ્રોલ ગુમાવ્યો હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું જાણવા મળે છે. એમાં એકનું મોત થયું છે જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.