કાર્ડથી ઓટો બીલ પેમેન્ટ અંગે RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય

બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના ક્ષેત્રમાં 1 એપ્રિલથી કેટલાક બદલાવ થઈ રહ્યા હતા, પરંતુ હવે આ ગાઈડલાઇનનો સમય 6 મહિના સુધી વધારી દીધો છે. RBI મુજબ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકના નિયમોને લાગુ કરવા માટે બેન્કોને 30 સપ્ટેમ્બર સુધી વધુ છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ તમામ OTT સબસ્ક્રિપ્શન ચાર્જ, બિલો કે ઓટો ડેબિટમાં અડચણો આવી શકે છે. તેનું કારણ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા લાગુ કરવામાં આવેલો નિયમ છે. જોકે રિઝર્વ બેન્કે ગ્રાહકોને અતિરિક્ત સુરક્ષા ઉપસ્થિત કરાવવા માટે આ વ્યવસ્થા કરી છે, પરંતુ તેનાથી મોબાઈલ, યુટિલિટી કે અન્ય યુટિલિટી બિલ માટે ઓટો પેમેન્ટ, OTT માટે સબસ્ક્રિપ્શન ચાર્જ, રેન્ટલ સર્વિસ વગેરે માટે તમારા અકાઉન્ટમાંથી દર મહિને ઓટોમેટિક પૈસા કપાઈ જવાની વ્યવસ્થામાં શરૂઆતી સમયમાં અડચણો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કના નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે આવા પેમેન્ટ માટે અતિરિક્ત સુરક્ષા લેયર હોવી જોઈએ. એટલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI કે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટથી ઓટોમેટિક કપાઈ જતી EMI કે રેન્ટલ માટે હવે એક અતિરિક્ત સિક્યોરીટી લેયર હશે. રિઝર્વ બેન્કે વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનમાં બેન્કોને કહેવામાં આવ્યું હતું કે આ રીતે વ્યવસ્થા બનાવવામાં આવે અને તેને 1 એપ્રિલ 2021થી લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.

નોટિફિકેશનમાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે કેટલાક પક્ષો તરફથી માંગણી કરવામાં આવી છે કે કાર્ડથી પહેલીવાર પેમેન્ટ કે ત્યારબાદ દર મહિને થનારી ઓટો પેમેન્ટ માટે એક ઇ-મેન્ડેટની વ્યવસ્થા કરવામાં આવે, એટલે કે ગ્રાહકો પાસેથી વધુ એક વખતે મંજૂરી માંગવામાં આવે. જો હવે આ રીતેના જેટલા ઓટોમેટિક ટ્રાન્ઝેક્શન થાય છે, તેમને પહેલીવાર તો એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિક (AFA )માંથી પસાર થવું જ પડશે. દરેક વખતે એમ થશે. એટલે કે દર મહિને હવે ઓટો પેમેન્ટ થવાનું હશે તો તે પહેલા ગ્રાહકો પાસે OTP આવશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે 5000 રૂપિયા સુધીમાં ડેબિટ કાર્ડ પેમેન્ટને સ્વાઇપ કર્યા વિનાની મંજૂરી આપવામાં આવી છે. એટલે એવા પેમેન્ટને AFAથી છૂટ આપી દેવામાં આવી છે એટલે કે એવા પેમેન્ટ OTP વિના થઈ જશે. રિઝર્વ બેન્કે કહ્યું કે 30 સપ્ટેમ્બર બાદ કાર્ડ/PPE/UPI બધા રિકરીંગ ટ્રાન્ઝેક્શન વિના નવી વ્યવસ્થા નહીં થાય. ડબલ પ્રમાણનો અર્થ છે કે બેન્ક અને પેમેન્ટ પ્લેટફોર્મ પોતાના ગ્રાહકો પાસે ઓટોમેટિક પેમેન્ટ કાપવા પહેલા 24 કલાક પહેલા સૂચના મોકલશે.

એ સમયે ગ્રાહકોએ કમ્યુનિકેશનનું માધ્યમ પસંદ કરવું પડશે કે મેસેજ કે E-mail કોના દ્વારા થનારા રિકરીંગ ટ્રાન્ઝેક્શન માટે ઇ-મેન્ડેટ આપવું પડશે. આગાળ પણ ગ્રાહકોની મંજૂરી વિના એવા પેમેન્ટ કરવામાં નહીં આવે. અત્યારે બધી બેન્ક તે માટે તૈયાર નથી અને તેમના ગ્રાહકોને કોઈ સૂચના પણ મોકલી નથી. તો શરૂઆતમાં થઈ શકે કે ગ્રાહકોને પોતાના બિલ વગેરે ચુકવણી મેન્યુઅલી પોતે જ કરવી પડે. નવી વ્યવસ્થા હેઠળ બેન્કોએ પેમેન્ટ ડ્યુ ડેટથી 5 દિવસ પહેલા રક નોટિફિકેશન મોકલવી પડશે. નોટિફિકેશન પર ગ્રાહકનો મંજૂરી હોવી જોઈએ. 5000થી વધારે પેમેન્ટ પર OTP જરૂરી કરવામાં આવ્યો છે. RBIએ બેન્કિંગ ફ્રોડ અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં લેતા ગાઈડલાઇન જાહેર કરી છે.