
ગોધરા,
ગોધરા થી નાસીક તરફ જઈ રહેલ એકસપ્રેસ બસને એસ.ટી.વિભાગના કર્મચારીઓ દ્વારા ટિકીટની ચકાસણી હાથ ધરવામાં આવતાં એક્રેડિટેશન કાર્ડ ન ધરાવનાર ગોધરાના મુસાફરને રૂ.૫૦૦/-નો દંડ વસુલ કરવામાંં આવતાં ફફડાટ વ્યાપી હતી.
તા.૦૨/૦૨/૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લાંબા સમય બાદ આવતી જતી એસ.ટી. બસોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા થી નાસિક જઈ રહેલ એક્સપ્રેસ બસ ગોલ્ડન ચોકડી વડોદરા ખાતે તમામ બસોનું ચકાસણીના ભાગપ એચ.આર.ચૌધરી (સિક્યુરિટી ઈસ્પેક્ટર) અને એસ.ટી.વિભાગ વડોદરા ના એમ.આર. શેખ (એ.ટી.આઈ) તેમજ તેમની ટિમે ચેકીંગ હાથ ધર્યું હતું. જેના પગલે ગોધરા થી નાસિક જઈ રહેલ એક્સપ્રેસમાં મુસાફર ગૌરાગકુમાર અશ્ર્વિનભાઈ પટેલ રહે. ગોધરા નાઓ પાસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગુજરાત સરકાર માન્ય એક્રેડિટેશન કાર્ડ ન હોવા છતાં ખોટી રીતે ટિકિટ લઇ મુસાફરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં ગૌરાગકુમાર અશ્ર્વિનભાઈ પટેલને દંડ પેટે ૫૦૦/- ભરાઈ આગળની યોગ્ય કાર્યવાહી કરવા વાહન વ્યવહાર નિગમ દ્વારા જણાવાયું છે. જેના પગલે ગેરકાયદેસર મુસાફરી કરનાર મુસાફરોમાં ફફડાટની લાગણી વ્યાપી હતી.