- આ ઘટના ખૂબ જ શરમજનક ઘટના છે,દુખી થયો છું:મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
નવીદિલ્હી,
નવા વર્ષની ઉજવણી ડૂબેલા અમુક યુવાનોએ દિલ્લીના કંઝાવલા-સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટીમાં સવાર એક યુવતીને ટક્કર મારી દીધી. ત્યારબાદ એ લોકોએ તેને બાર કિલોમીટર સુધી ઢસડતા લઈ ગયા. જેમાં યુવતીનુ મોત થઈ ગયુ. હવે આ દર્દનાક મામલે દિલ્લીના એલજી વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનો સામે આવ્યા છે. CM કેજરીવાલે દૂર્ઘટનાને ગણાવી શરમજનક CM કેજરીવાલે દૂર્ઘટનાને ગણાવી શરમજનક સીએમ કેજરીવાલે એક અખબારનો લેખ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લી પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ તેમની સામે બહુ હળવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સંજોગોમાં તેમને આકરી સજા મળી શકશે નહીં. આ સાથે સીએમે લખ્યુ કે કાંઝાવાલામાં અમારી બહેન સાથે જે થયુ તે ખૂબ જ શરમજનક છે. હું આશા રાખુ છુ કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે. દૂર્ઘટનાના ઘણા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે આ દૂર્ઘટનાના ઘણા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે, જેમાં યુવતી કારની નીચે ફસાયેલી જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે ૨૦૦થી વધુ ફૂટેજ કબજે કર્યા છે. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. દિલ્લીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે કાંઝાવાલા-સુલતાનપુરીમાં થયેલા અમાનવીય અપરાધ પર મારુ માથુ શરમથી ઝૂકી ગયુ છે અને ગુનેગારોની ભયંકર અસંવેદનશીલતાથી હું સ્તબ્ધ છુ.’ ઉપરાજ્યપાલે કહ્યુ – મારુ માથુ શરમથી ઝૂકી ગયુ છે વધુમાં તેમણે કહ્યુ કે, ’હું દિલ્લી પોલીસ પાસેથી આ ઘટનાનુ મૉનિટરિંગ લઈ રહ્યો છુ. આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. તમામ પાસાંઓ પર ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.’અન્ય એક ટ્વિટમાં વીકે સક્સેનાએ લખ્યુ, ’પીડિતાના પરિવારને તમામ શક્ય સહાય/મદદ સુનિશ્ર્ચિત કરવામાં આવશે, આ તકનો લાભ ન ??ઉઠાવવા અને એકબીજા પર દોષારોપણ ન કરવા હું બધાને અપીલ કરુ. ચાલો વધુ જવાબદાર અને સંવેદનશીલ સમાજની દિશામાં સાથે મળીને કામ કરીએ.’ શું છે સમગ્ર મામલો શું છે સમગ્ર મામલો દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ દિલ્લીમાં રહેતી ૨૦ વર્ષીય અંજલિ નામની યુવતી રવિવારે વહેલી સવારે કાંઝાવાલા-સુલતાનપુરી રોડ પર સ્કૂટી ચલાવી રહી હતી ત્યારે એક કારે તેને ટક્કર મારી દીધી હતી. ત્યારપછી પણ કારવાળા અટક્યા નહિ, યુવતી કાર સાથે ૭-૧૨ કિલોમીટર સુધી ઢસડાતી રહી. જેના કારણે તેનુ મોત થયુ હતુ. પોલીસને મહિલાનો મૃતદેહ કપડા વગર અને તૂટેલા અંગો સાથે મળી આવ્યો હતો, જેનાથી શંકા છે કે તેના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસે બાદમાં કહ્યુ હતુ કે આ ઝડપી અને બેદરકારીથી ડ્રાઇવિંગને કારણે મૃત્યુનો કેસ હોવાનુ જણાય છે. પીડિતાના પરિવારનો આરોપ પીડિતાના પરિવારનો આરોપ પીડિતાના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે આ અકસ્માત થયો હોય તેવુ લાગતુ નથી. તેમની પુત્રી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. જો તે અકસ્માત હતો તો તેમની પુત્રી પર કપડા કેમ નહોતા. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્લી પોલીસને પત્ર લખીને આ મામલામાં નિષ્પક્ષ તપાસની સૂચના આપી છે. સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા, ઝોન ૧) દિપેન્દ્ર પાઠકે જણાવ્યુ હતુ કે, ’મૃતદેહને મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને શબઘરમાં રાખવામાં આવ્યો છે.’ કોણ છે પીડિતા કોણ છે પીડિતા પીડિતાની ઓળખ અમન વિહારની રહેવાસી અંજલી તરીકે થઈ છે, તે ૨૦ વર્ષની હતી. અંજલિ લગ્ન સમારંભો અને આવા અન્ય કાર્યક્રમોમાં બ્યુટિશિયન તરીકે કામ કરતી હતી. પોલીસના જણાવ્યા મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે તે આવા જ એક કામ પરથી ઘરે પરત ફરી રહી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે જ્યારે યુવતીની સ્કૂટીને કારે ટક્કર મારી ત્યારે કારના એક પૈડામાં મહિલાનો પગ ફસાઈ ગયો હતો. જે બાદ તેને લગભગ સાત કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. કાર રોહિણીમાં તેના માલિકના ઘર પર ટ્રેસ કરવામાં આવી હતી.