કાર નીચે યુવતીને ઢસડી એ અકસ્માત નહીં, પણ હત્યા?:યુવતી, તેની ફ્રેન્ડ અને યુવકો હોટલના રૂમમાં હતાં, પોસ્ટમોર્ટમમાં ખુલાસો

નવીદિલ્હી,

કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં દિલ્હી પોલીસે નવો ઘટસ્ફોટ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવતી સાથે સ્કૂટી પર તેની બહેનપણી પણ હતી. ટક્કર પછી યુવતી કાર નીચે ફસાઈ ગઈ અને તેને ૧૨દ્ભસ્ સુધી ઢસડવામાં આવી. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.બીજી તરફ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવતીના ગુપ્ત ભાગે ઈજાના કોઈ નિશાન નથી.

દિલ્હીના કંઝાવાલા હિટ એન્ડ રન કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી તેની બહેનપણી સાથે સ્કૂટી પર હતી. ટક્કર બાદ યુવતી કાર નીચે ફસાઈ ગઈ હતી અને તેને ૧૨ કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. પહેલાં ૪ કિમી ખેંચવાનો મામલો સામે આવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્કૂટી પર બેઠેલી બીજી યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. તેને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે. પોલીસ આજે તેનું નિવેદન નોંધશે.

પોલીસે આ ખુલાસો રોહિણી વિસ્તારની એક હોટલની સામે લાગેલા CCTV ફૂટેજના આધારે કર્યો છે. આમાં મૃતક તેની ફ્રેન્ડ સાથે વાતચીત કરતી જોવા મળે છે. આ પછી બંને સ્કૂટી પર નીકળી જાય છે. આ દરમિયાન એ હોટલના કર્મચારીએ જણાવ્યું હતું કે યુવતીની સાથે તેની બહેનપણી પણ હતી. બંનેએ ડોક્યુમેન્ટ આપીને રૂમ બુક કરાવ્યો હતો. કેટલાક છોકરાઓ પણ આવ્યા, તેમણે અલગ રૂમ બુક કરાવ્યો. આ પછી તે યુવકો છોકરીઓના રૂમમાં ગયા અને લગભગ ૫ મિનિટ સુધી ત્યાં રહ્યા.

હોટલના સ્ટાફે જણાવ્યું હતું કે રૂમમાંથી ઝઘડાનો અવાજ આવી રહ્યો હતો અને તેઓ એકબીજાને ગાળો આપી રહ્યા હતા. અમારા મેનેજરે બધાને કહ્યું હતું કે ઝઘડો ન કરો. આ પછી બંને યુવતીએ ઝઘડવાનું બંધ કર્યું. યુવતીએ હોટલની બહાર લાંબા સમય સુધી મારપીટ પણ કરી હતી, જે સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફૂટેજ ગત સાંજે પોલીસને આપવામાં આવ્યા હતા.

૩૧ ડિસેમ્બરે રાત્રે ૨ વાગ્યાની આસપાસ ૨૦ વર્ષીય યુવતીને કારમાં સવાર પાંચ યુવકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવકો કાર લઈને ફરાર થઈ ગયા. છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને ઢસડાતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાંચેય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ તમામનાં બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે, જેથી જાણી શકાય કે તેઓ નશામાં હતા કે નહીં