કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરી મુદ્દે આખરે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ,૪ લોકોના થયા હતા મોત

મહેસાણા,કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવાની વધુ એક ઘટનાનો મુદ્દો જેને લઇ સમગ્ર મામલે આખરે મહેસાણાના વસાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં લોરેન્સ નદી પાર કરતી વખતે બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે તેમાં સવાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક પરિવાર મૂળ મહેસાણાનો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આખરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, જે તે સમયે કુલ ૮ લોકોના મોતની ખબર સામે આવી હતી. જેમાં ૪ લોકો ગુજરાતના હોવાનું પણ સામે આવ્યું હતું.

કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર ઘૂસણખોરી દરમ્યાન ૪ વ્યક્તિના મોતનો મુદ્દો ફરી ભાર આવ્યો છે. કેનેડા થી ગેરકાયદે અમેરિકા જવા એક પરિવાર નીકળ્યો હતો. ત્યારે બનેલી ઘટનામાં એક માસ પહેલા વસાઈ માણેકપુરા ના ચૌધરી પરિવારનું મોત થયું હતું. સમગ્ર મામલે આખરે વસાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. એજન્ટ દ્વારા આ ગુજરાતી પરિવારને વિદેશ જ્વાની લાલચ આપી હતી અને વ્યક્તિ દીઠ ૧૫ લાખ પડાવ્યા હતા. વડાસણ ના વિહોલ નિકુલજી શમરુંસિંહ, વિહોલ સચિન ગજેન્દ્રસિંહ અને દઢીયાળના ચાવડા અર્જુનસિંહ રણજીતસિંહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ એજન્ટો એ ફરિયાદી ચૌધરી અશ્ર્વિનભાઈ વેલજીભાઈ પાસેથી રૂપિયા ૬૦ લાખ લીધા હતા. ૬૦ લાખમાં કેનેડા થી અમેરિકા બોર્ડર ક્રોસ કરાવવા વાયદો કર્યો હતો. એજન્ટ ના કહેવાથી ખરાબ વાતાવરણમાં જબરજસ્તી અનિચ્છાએ હોડીમાં બોર્ડર ક્રોસ કરાવા પ્રયત્ન કર્યો હતો. જે બાદ આ ઘટના ઘટી હતી.ઘટના સમયે રાત્રે પશ્ર્ચિમ કેનેડામાં ન્યૂયોર્ક બોર્ડર પાસે ક્યુબેકમાં સર્જાયેલી દુર્ઘટનામાં કુલ ૮ના મોત થયા હતા. જેમાં તપાસ દરમિયાન ૬ મૃતદેહ અને ત્યારા બાદ બીજા દિવસે વધુ ૨ મૃતદેહ મળી આવ્યા હોવાના રિપોર્ટ્સ આપ્યા હતા. હોળી ઊંધી પડી જતા પરિવારના ૪ સભ્યોના મોત થયા હતા. મહત્વનુ છે કે અહી હતી કેનેડા અને કેનેડા થી અમેરીકા જવા માટે કોણે કોણે મદદ કરી સાથે કોણ કોણ એજન્ટ આ ઘટનામાં જોડાયા છે તે અંગે પણ હવે તપાસ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવશે.

આ સમગ્ર રેકેટમાં કેનેડાથી અમેરિકા જવાના વ્યક્તિ દીઠ ૧૫ લાખ રૂપિયા નક્કી થયા હતા. મહત્વનુ છે કે કેનેડામાં ૫ વર્ષથી રહેતા સચિન વીહોલ નું ટેક્સી મારફતે આ તમામને અમેરિકા ઘુસાડવાનું સેટિંગ હતું તેવી વાત સામે આવી છે. આ અંગે ડિલ નક્કી થઈ એ સમયે સચિન વિહોલ વડાસણ હતો. જોકે ડીલ બાદ સચિન વિહોલ કેનેડા જઈને અમેરિકા જવાના સેટિંગ ની વ્યવસ્થા કરી હતી.

આ ગતનામાં મૃત્યુ પામેલો પરિવાર મહેસાણા જીલ્લામાં માણેકપુરા ખાતે રહેતો હતો. જેમાં પરિવારમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ (૫૦વર્ષ), ચૌધરી દક્ષાબેન પ્રવીણભાઈ (૪૫ વર્ષ), ચૌધરી વિધીબેન પ્રવીણભાઈ (૨૩ વર્ષ), ચૌધરી મિતકુમાર પ્રવીણભાઈ (૨૦ વ) આ તમામ નું મોત નીપજયું હતું.

મૃતક પરિવાર ગત ૩ જાન્યુઆરી એ કેનેડાના ટોરેન્ટો પહોંચી એરપોર્ટ પાસેની હોટલમાં રોકાઈ કોલ કર્યો હતો. આ બાદ એજન્ટ નિકુલસિંહાએ મૃતક પરિવારની વિનીપેંગ યુલ મોન્ટરિયલ જવાની ટીકીટ બુક કરાવી હતી. ૨૩ માર્ચ ૨૦૨૩ એ નિકુલ અને અર્જુનસિંહ ને ડીલ મુજબ ૬૦ લાખ ભોગ બનનારે આપ્યા હતા. જોકે ૨૩ માર્ચે મૃતક પરિવાર વિનીપેંગ યુલ મોન્ટરિયલ પહોચ્યું. જ્યાં લાઈન ક્લિયર નહિ થતા સચીને મૃતક પરિવાર ને એક સપ્તાહ ફેરવ્યા હતા.