કેનેડા સ્થિત પ્રવાસી ભારતીયો દ્વારા હિમાચલ પ્રદેશનો પ્રચલિત ’કુલુ દશેરા’ ઉત્સવ યોજવામાં આવ્યો 

સીમલા : ભારત કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ બની રહ્યા છે ત્યારે આજે (સોમવારે) કેનેડા સ્થિત પ્રવાસી ભારતીયો દ્વારા હિમાચલ પ્રદેશનો પ્રચલિત ‘કુલુ દશેરા’ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. કેનેડાના પાર્લામેન્ટ હીલ પરિસરમાં આ ઉત્સવ યોજવામાં આવ્યો હતો.

આ ઉત્સવ અશુભ ઉપરના શુભના વિજય તરીકે ભારતભરમાં તો દશેરાના દિવસે ભારતભરમાં તો ઉજવવામાં આવે જ છે પરંતુ કેનેડામાં આ પહેલી જ વાર (આ વર્ષે) ઉજવવામાં આવ્યો છે.

આ ઉત્સવનું આયોજન કેનેડાના સંસદ ચંદ્રા આર્યે વિચાર્યું હતું તેને હિમાચલ પ્રવાસી ગ્લોબલ એસોસીએશન (એચ.પી.જી.એ.) દ્વારા સાકાર કરવામાં આવ્યું. આ સંગઠન કેનેડામાં ભારતનું સાચું ચિત્ર રજૂ કરી રહ્યું છે ભારતમાં વિવિધતા વચ્ચે પણ રહેલી એકતાનું તે નિરૂપણ કરી રહ્યું છે.

આ પ્રકારનું અમે આયોજન કરવાના છીએ તેવી માહિતી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુને પહોંચાડવામાં આવી હતી. તેથી તેઓએ રવિવારે જ એક વિડિયો મેસેજ દ્વારા તે ઉત્સવને શુભેચ્છાઓ પાઠવી હતી તેમ તે એસોસીએશને પત્રકારોને ફોન દ્વારા જણાવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રીએ તેઓના આ વિડિયો સંબોધનમાં કેનેડાના રોકાણકારો અને કેનેડા સ્થિત ભારતવાસીઓ ઉપરાંત અન્ય નાગરિકોને પણ હિમાચલપ્રદેશમાં વ્યાપાર ઉદ્યોગ માટે તથા પ્રવાસન માટે આમંત્રણ અપાયું હતું.

આ કાર્યક્રમમાં કેનેડા સ્થિત ભારતના હાઇકમિશનર સંજય વર્મા સહિત અન્ય ખ્યાતનામ વ્યક્તિઓ ઉપસ્થિત હતા ઉપરાંત ૨૫ જેટલા પ્રવાસી ભારતીયોના સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ‘હીમાચલ નાભિ’ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.