ભારત વિરૂદ્ધ સતત બકવાસ કરી રહેલા કેનેડાના વડા પ્રદાન જસ્ટિન ટૂડોની ઉલ્ટી ગિનતિ શરૂ થઇ ગઇ છે. એક સર્વેક્ષણ પ્રમાણે જો અત્યારે ચૂંટણી યોજાય તો ટૂડો અને તેમની પાર્ટી લિબરલ પાર્ટીની હાર નિશ્ર્ચિત બને તેમ છે તેટલું જ નહીં પરંતુ તેની સાથી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ પણ જનતાનું સમર્થન ગુમાવ્યું છે. ભારત વિરોધી સતત નિવેદનો કરવા માટે તેમજ દેશમાં વિકાસ વિરોધી કામો કરવા માટે તેમણે પહેલેથી જનતાનો વિશ્ર્વાસ ગુમાવી દીધો છે.
કેનેડાની સંસદમાં ખાલિસ્તાનીઓ તરફી નારાબાજી કરાવવી, ખાલિસ્તાનિઓના કાર્યક્રમોમાં હાજરી આપવી અને ભારત ઉપર કોઈ પણ કારણ વગર તેમજ આધાર વગર આક્ષેપો કરવા માટે ટૂડો કુખ્યાત બની રહ્યા છે. તેથી જે અત્યારે ચૂંટણી યોજાય તો તેમની સરકાર ટકી શકે તેમ નથી.
બીજી તરફ ઇન્ડો કેનેડીયન જગમીત સિંધનાં નેતૃત્વ નીચેની ન્યૂડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.) પણ લોક સમર્થન ગુમાવી રહી છે. ૨૦૨૧ની ચૂંટણીમાં એનડીપીએ ૧૮ ટકા મત મેળવ્યા હતા. તે ઘટીને ૧૭ ટકા થવા સંભવ છે.જે એજન્સીએ પ્રીપોલ સર્વે શરૂ કરી દીધા છે તેમાં જાણવા મળ્યું છે કે એનડીપી અને જગમીત સિંઘ અંગે જનતા કહે છે તેમની ધારણા ૩૨ ટકા ખોટી રહી છે. માત્ર ૨૦ ટકા જ તેની તરફેણમાં છે.
છેલ્લા સર્વે પ્રમાણે કોન્ઝર્વેટિવ પાર્ટીને ૪૧ ટકાનું સમર્થન છે. જ્યારે ટૂડોની લિબરલ પાર્ટીને ૨૭ ટકાનું જ સમર્થન છે. તેનો વોટ શેર હજી પણ ઘટીને ૧૭ ટકાથી ૧૧ ટકા જેટલો નીચે જવા સંભવ છે.સર્વે તેમ પણ જણાવે છે કે જો અત્યારે ચૂંટણી યોજાય તો ટૂડોની પાર્ટીને માત્ર ૬૭ સીટો જ મળે તેમ છે. જ્યારે કોન્ઝર્વેટિવ્ઝને ૨૧૮ સીટ મળે તેમ છે.
એનડીપીને મુંઝવનાર બાબત તે છે કે ટોરેન્ટો-સેન્ટપોલની પેટા ચૂંટણીમાં એનડીપીને માત્ર ૧૧ ટકા જ મત મળ્યા હતા. જે પહેલાં મળેલા ૧૭ ટકા કરતાં ઘણા ઓછા છે. પરિણામે ૧૯૯૩થી જે બેઠક ઉપર ૩૧ વર્ષથી કબ્જો હતો તે બેઠક જ એનડીપીએ ગુમાવવી પડી છે.
જગમીત સિંઘ ઓક્ટો. ૨૦૧૭માં એનડીપીના પ્રમુખ બન્યા. ત્યારે પહેલી જ વખત સંઘીય ચૂંટણીમાં ઝૂકાવતાં હાઉસ ઓફ કોમન્સમા ૪૯ સીટ આશરે ૨૦ ટકા મત મળ્યા હતા. ૨૦૨૧માં તેના ૨૧ સાંસદો જ ચૂંટાયા. વૉટ શેર ઘટીને ૧૮ ટકા થયો.હવે એક સમયે ટૂડોને સાથ આપનારા જગમીત સિંઘ કહે છે કે તેઓ લિબરલ પાર્ટીથી નિરાશ થયા છે તે માટે તેમને કારણો પણ છે. પરંતુ શાં કારણ છે તે તેમણે જણાવ્યું ન હતું.