
કેનેડાના બ્રિટીશ કોલંબિયા પ્રાંતમાં 57 વર્ષિય એક શીખ વ્યક્તિએ તેની પત્નીની ચાકુ મારી હત્યા (Murder) કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ન્યુ વેસ્ટમિન્સ્ટર શહેરના રહેનારા બલવીરસિંહ પર 46 વર્ષિય કુલવંત કૌરની ચાકુ નારી હત્યા કરવાનો આરોપ છે. આરોપી પતિએ 13ઓક્ટોબરે હત્યાને અંજામ આપ્યો હતો.
ટોરંટોમાં 57 વર્ષિય એક શીખ વ્યક્તિએ તેની પત્નીની ચાકુ મારી હત્યા (Murder) કરી દેવાની ઘટના સામે આવી છે. ન્યુ વેસ્ટમિન્સ્ટર શહેરના રહેનારા બલવિરસિંહ પર કુલવંત કૌરની ચાકુ મારી હત્યા કરવાનો આરોપ છે. આરોપીએ 13 ઓક્ટોબરે 46 વર્ષિય કુલવંત કૌરની હત્યા કરી હતી.
ઈન્ટીગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT)ના સાર્જેટ ટીમોથી પિએરોટીએ સીટીવી ન્યૂઝને જણાવ્યુ કે સ્પષ્ટપણે તે ઘરેલુ હિંસાની એક દુ:ખદ ઘટના છે. જેમા એક વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો છે. 14 ઓક્ટોબરે સાંજે લગભગ 5 વાગ્યે ન્યુ વેસ્ટમિન્સ્ટર ટુકડીના અધિકારી રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)એ સુજુકી સ્ટ્રીટના 200માં બ્લોકથી એક ફરિયાદ મળી હતી. જે બાદ IHIT ટીમે જણાવ્યુ કે “અમને એક 46 વર્ષિય મહિલા બિન ઘાતક ઈજાથી ઈજાગ્રસ્ત મળી.
“અમને એક 46 વર્ષીય મહિલા બિન-જીવલેણ ઇજાઓથી પીડાતી મળી. બચાવવાના અનેક પ્રયાસો છતા કૌર બચી ન શકી અને તે મૃત્યુ પામી. બલવીરસિંહની ઓળખ ઘટનાસ્થળ પર હાજર શંકાસ્પદ તરીકે થઈ હતી. પિએરોટી જણાવ્યું હતું કે IHIT વિસ્તારના સાક્ષીઓ સાથે વાત કરવાનું ચાલુ રાખશે અને સમગ્ર દિવસ દરમિયાન ઘટનાસ્થળની ગતિવિધિ પર નજર રાખશે.
પિએરોટી જણાવ્યુ કે અમે પીડિતાની ઓળખ કરી રહ્યા છીએ. જે કોઈએ તાજેતરમાં જ તેમનો સંપર્ક કર્યો હોય તે કૃપા કરી પોલીસનો સંપર્ક કરે કારણ કે અમે તેના મોતના ઘટનાક્રમની સમયરેખા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે અમે કોઈ કડીની શોધમાં છીએ જે એ સમજવામાં મદદ કરી શકે કે આ હત્યા શા માટે કરવામાં આવી. ન્યૂ વેસ્ટમિન્સ્ટર પોલીસ ડિપાર્ટમેન્ટ અને IHIT વિક્ટિમ સર્વિસિસ દ્વારા દુર્વ્યવહારનો ભોગ બનેલા લોકો માટે મદદ ઉપલબ્ધ છે.