કેનેડામાં વિદ્યાર્થીઓ હવે દર અઠવાડિયે ૪૦ને બદલે માત્ર ૨૦ કલાક કામ કરી શકશે

ટોરેન્ટો, કેનેડા ગયેલા વિદ્યાર્થીઓ હવે સંપૂર્ણ સમય કામ કરી શકશે નહીં. કોરોનાને કારણે અઠવાડિયામાં ૨૦ કલાક કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ કોરોના સમયગાળાને કારણે, વિદ્યાર્થીઓને અઠવાડિયામાં ૪૦ કલાક કામ કરવા માટે વર્ક પરમિટ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે કોરોનાનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને હવે વિદ્યાર્થીઓ દર અઠવાડિયે માત્ર ૨૦ કલાક કામ કરી શકશે. આ નિયમ ૩૦ એપ્રિલ ૨૦૨૪થી લાગુ થશે.

કેનેડાની યુનિવર્સિટીઓમાં અરજી કરનારા ભારતમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, કેનેડા એક પછી એક નવા કાયદા લાગુ કરી રહ્યું છે. અગાઉ, કેનેડામા જીઆઈસી એકાઉન્ટ માટેની રકમ વિદ્યાર્થી દીઠ ૧૦,૦૦૦ થી વધારીને ૨૦,૬૩૫ કરવામાં આવી હતી.

આ અંગે વિઝા નિષ્ણાત સુકાંત કહે છે કે કેનેડામાં દરેકને રોજગારી આપવા માટે વિદ્યાર્થીઓની ૪૦ કલાક એટલે કે ફુલ ટાઈમ વર્ક પરમિટ નાબૂદ કરવામાં આવી રહી છે. કોરોના સમયગાળા પહેલા ૨૦ કલાક ઉપલબ્ધ હતા અને ભવિષ્યમાં પણ ૩૦ એપ્રિલ ૨૦૨૪ પછી ૨૦ કલાક કામ કરવાની પરવાનગી મળશે.