કેનેડામાં બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, ૧૫ લોકોના મોત

ટોરેન્ટો, કેનેડામાં સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા છે. મોતને ભેટનારા મોટા ભાગના સિનિયર સિટિઝન્સ છે.

મળતી વિગતો પ્રમાણે એક મિનિ બસને ટ્રકે ટક્કર મારતા આ ભીષણ અકસ્માત થયો હતો. આ બસમાં સવાર તમામ લોકો એક કેસિનોમાં જઈ રહ્યા છે. કેનેડામાં તાજેતરમાં સર્જાયેલા સૌથી મોટા અકસ્માતો પૈકીના આ અકસ્માતથી દેશમાં શોકની લહેર ફેલાયેલી છે.પોલીસનુ કહેવુ છે કે, કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૫ લોકોના મોત થયા છે. બસમાં કુલ ૨૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ આ અકસ્માતને લઈને દુખ વ્યક્ત કર્યુ છે. તેમનુ કહેવુ હતુ કે, જેમણે પોતાના સ્વજનોને આ અકસ્માતમાં ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદનાઓ છે.