ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક અનિયમિત વરસાદે હાલાકી સર્જી છે. બસ આવું જ કંઈક કેનેડામાં થયું છે. કેનેડામાં મૂશળધાર વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં અચાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ વીજળી ગુલ થતા પરિવહનને અસર થઈ છે. એરલાઈન સેવામાં કાપ મૂકવાની નોબત આવી છે. ઓનલાઈન પ્રસારિત થતા ડઝન વીડિયામાં જાહેર સ્થળો પૂરના પાણીમાં ગરકાવ થયેલા દર્શાવાઈ રહ્યા છે. પૂરને લીધે વીજળીના ટ્રાંસમિશન સ્ટેશનમાં પાણી ઘુસી જવા પામ્યા હતા. જેથી સ્થાનિક વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ટોરંટો શહેર બહાર એક દ્વીપ પર આવેલા એરપોર્ટમાં ટમનલ જતા પ્રવાસી સુરંગમાં વરસાદી પાણી ભરાઈ જતા આને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. જેના લીધે થોડા સમય માટે ફલાઈટસમાં વિલંબ અથવા રદ્દ કરવામાં આવી છે. ડાઉનટાઉન ટોરન્ટો શહેરના ઘણા સામાન્ય રીતે રેસ્ટોરન્ટ, હોટલ અંધારપટ્ટ છવાયો હતો. લોકો બહાર એકઠા થઈ વીજ પુરવઠો પૂર્વવત થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. ટ્રાફિક લાઈટ બંધ થવાની શહેરના માર્ગો પર કાર અને ટ્રકની લાઈન લાગી છે. જેના લીધે આખા માર્ગ પર ભારે ટ્રાફિકજામ થયો છે.