ઓટાવા, કેનેડાનાં ઓન્ટોરિયો રાજ્યના નાયગ્રા વિસ્તારમાં નાયગ્રા ફોલ પાસેના નાયગ્રા શહેરમાં જ ૧૦ લાખથી વધુ લોકો તા. ૮ એપ્રિલે થનારું ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા એકઠા થવાના છે અને તે માટે શહેરના મેયર જિમ ડીયોડાટીએ અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવી શરૂ કરી દીધી છે. આ પૂર્વે ૧૯૭૯માં આવું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. બીજી તરફથી ’નેશનલ જ્યોગ્રોફિક’ એના દ્વારા આ સૂર્યગ્રહણનો વીડીયો ઉતારી તે વર્લ્ડ વાઈડ વેબ ઉપર પ્રસારિત કરવા નિર્ણય કર્યો છે.
આ સૂર્યગ્રહણ જોવા લાખ્ખો લોકો કેનેડા અને યુએસમાંથી તો આવશે જ તે ઉપરાંત દુનિયાભરમાંથી પણ લાખ્ખો આવવાના છે તેમ કહેતા મેયર જિન ડીયોડાટોએ પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે સર્વવિદિત છે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે ગ્રહણ થાય છે. પરંતુ દર વખતે કંઈ સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણ થતું નથી. સૂર્યનો થોડો ભાગ જ ઢંકાય છે તો તેને ’ખંડગ્રાસ’ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
બીજી તરફ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે તે દર વખતે ’ખગ્રાસ’ (સંપૂર્ણ ઢંકાતું) હોતું નથી. કોઈ વાર ચંદ્રનો થોડો ભાગ જ પૃથ્વીની છાયામાં આવે છે તો તેને ’ખંડગ્રાસ’ ચંદ્રગ્રહણ કહેવાય છે.