કેનેડાએ પણ ચીનની માલિકીની ટિકટોકને સરકારી સાધનોમાંથી બ્લોક કરી દીધી

  • આ પહેલા અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પણ આવું જ પગલું લેવામાં આવ્યું છે.

કેનેડા,

અમેરિકા બાદ હવે કેનેડાએ પણ ચીનની માલિકીની સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિકટોકને સરકારી સાધનોમાંથી બ્લોક કરી દીધી છે, કારણ કે તે ગોપનીયતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કરી રહી હતી. કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાએ ફેડરલ કર્મચારીઓને ભવિષ્યમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી રોકવા માટે પણ પગલાં લીધાં છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટિકટોકની ડેટા કલેક્શન મેથડ ફોનની ગોપનીયતાને ખલેલ પહોંચાડે છે. ત્યારે આ પહેલા અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પણ આવું જ પગલું લેવામાં આવ્યું છે.

કેનેડાની આ કાર્યવાહી ચીન-કેનેડિયન સંબંધોમાં વધુ એક દરાર પેદા કરી શકે છે, જે તાજેતરના વર્ષોમાં વિવિધ કારણોસર તણાવપૂર્ણ છે. તાજેતરમાં ઓટ્ટાવા (કેનેડાની રાજધાની)એ ચીન પર આરોપ લગાવ્યો હતો કે તેણે ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, તે હવાઈ અને દરિયાઈ દેખરેખ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. જો કે, બેઇજિંગ (ચીનની રાજધાની) એ આરોપોને નકારી કાઢ્યા છે અને ઓટ્ટાવાને આવા નિવેદનો બંધ કરવા વિનંતી કરી છે.

ટિકટોકે કહ્યું કે તે કેનેડાના નિર્ણયથી નિરાશ છે. કંપનીના પ્રવક્તાએ ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ટિકટોક વિશે કોઈ ચોક્કસ સુરક્ષા ચિંતાઓ ટાંક્યા વિના, આ નિર્ણય લેતા પહેલા કોઈપણ ચિંતા અંગે ચર્ચા કરવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો.પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા સરકારી અધિકારીઓને મળવા માટે હંમેશા ઉપલબ્ધ છીએ. જેથી અમે કેનેડિયનોની ગોપનીયતા અને સુરક્ષાનું રક્ષણ કરી શકીએ. યુએસ અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીન સરકાર ટિકટોક વપરાશર્ક્તાઓને અંગત માહિતી સોંપવા માટે દબાણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કેનેડાના ફેડરલ અને પ્રોવિન્સિયલ પ્રાઈવસી રેગ્યુલેટર પણ ચીની ફર્મની માલિકીની એપની સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. જોકે, ટ્રેઝરી બોર્ડે કહ્યું કે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો નિર્ણય વ્યક્તિગત પસંદગી છે. પરંતુ કેનેડિયન સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી (સાયબર સેન્ટર) કોમ્યુનિકેશન સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટનું માર્ગદર્શન ભારપૂર્વક ભલામણ કરે છે કે કેનેડિયનો જોખમોને સમજે.

અમેરિકા બાદ હવે કેનેડાએ પણ ચીનની માલિકીની સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિકટોકને સરકારી સાધનોમાંથી બ્લોક કરી દીધી છે, કારણ કે તે ગોપનીયતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કરી રહી હતી. કેનેડા સચિવાલયના ટ્રેઝરી બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાએ ફેડરલ કર્મચારીઓને ભવિષ્યમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી રોકવા માટે પણ પગલાં લીધાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટિકટોકની ડેટા કલેક્શન મેથડ ફોનની ગોપનીયતાને ખલેલ પહોંચાડે છે. ત્યારે આ પહેલા અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પણ આવું જ પગલું લેવામાં આવ્યું છે.