કેનેડામાં ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર વિદેશી વિદ્યાર્થીઓના ટ્રુડો વિરોધી પ્રદર્શન

ટ્રુડો એ કેનેડાની આંતરરાષ્ટ્રીય ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.આ ફેરફારથી હવે વિદેશી વિદ્યાર્થીઓને પાર્ટ ટાઇમ નોકરી શોધવામાં મુશ્કેલીઓ ઊભી થશે. કેમ કે, હવે નોકરીઓને સ્થાનિક યુવાઓ માટે રિઝર્વ કરી દેવામાં આવી છે. ટ્રુડોના આવા નિર્ણયનો કેનેડામાંના વિદ્યાર્થીઓ ભારે વિરોધ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. કહેવાય છે કે ટ્રુડોના આ નિર્ણયથી કેનેડામાંના ૭૦ હજાર કરતાં વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી નિર્વાસનનું જોખમ ઊભું થયું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રિન્સ એડ્વર્ડ આઇલેન્ડ પીઇઆઇ, ઓંટારિયો, મેનિટોબા, બ્રિટિશ કોલંબિયા સહિત જુદાં જુદાં રાજ્યોમાં સભા અને રેલીઓ આયોજિત કરી રહ્યા છે. પીઇઆઇમાં ત્રણ મહિનાથી વિધાનસભા ગૃહની બહાર સેંકડો વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારને પડકારતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કેનેડામાં રાજ્યોની નીતિઓના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. ઘણાં રાજ્યોએ પીઆર નોમિનેશનમાં ૨૫ ટકાનો કાપ મૂક્યો છે. તેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અસુરક્ષિત થયું છે.નિર્વાસનનો સામનો કરી રહેલા એક પૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, છ વર્ષ જોખમ ઉઠાવ્યા અને ટેક્સ ભર્યા બાદ કોમ્પ્રિહેન્સિવ રેક્ધિંગ સિસ્ટમ પોઇન્ટ ભેગા કર્યા છતાં સરકારે અમારો ફાયદો ઉઠાવ્યો છે.