કેબિનેટની બેઠકમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી લઈને સેમિકન્ડક્ટર સુધીના અનેક મહત્વના નિર્ણયો

  • સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી ૧ કરોડ ઘરોને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે અને વાર્ષિક ૧૫,૦૦૦ હજાર રૂપિયાની બચત થશે.

નવીદિલ્હી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ૧ કરોડ ઘરોને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે અને વાષક ૧૫,૦૦૦ હજાર રૂપિયાની બચત થશે. પીએમ મોદીએ આ યોજના ૧૩ ફેબ્રુઆરીએ લોન્ચ કરી હતી. આમાં, દરેક પરિવાર માટે બે કિલોવોટ સુધીના રૂફ ટોપ સોલર પ્લાન્ટની કિંમત ૧૪૫,૦૦૦ રૂપિયા હશે. તેમાં સરકાર ૭૮૦૦૦ રૂપિયાની સબસિડી આપશે.

આ સંદર્ભે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને ઘરના માલિકો તેના પર વેન્ડર પસંદ કરી શકશે. આ માટે બેંકમાંથી સરળ હપ્તામાં લોન પણ મળશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દરેક ગામમાં મોડલ સોલાર વિલેજ બનાવવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કેબિનેટે કુલ રૂ. ૭૫,૦૨૧ કરોડના ખર્ચ સાથે એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પીએમ-સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ મુજબ: – ૧ કિલોવોટ સિસ્ટમ માટે ૩૦,૦૦૦ રૂપિયાની સબસિડી,- ૨ કેડબ્લ્યુ સિસ્ટમ માટે રૂ. ૬૦,૦૦૦, ૩ કેડબ્લ્યુ અથવા વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમ માટે રૂ. ૭૮,૦૦૦

ગ્રામીણ વિસ્તારોમાં રૂફટોપ સોલાર અપનાવવા માટે રોલ મોડલ તરીકે કામ કરવા દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ વિક્સાવવામાં આવશે. આ અંતર્ગત પરિવારો ડિસ્કોમને વધારાની વીજળી વેચીને વધારાની આવક મેળવી શકે છે. રુફટોપ સોલાર દ્વારા રહેણાંક ક્ષેત્રમાં ૩૦ જીડબ્લ્યુ સોલાર ક્ષમતાનો વધારો થશે. આ સોલાર સિસ્ટમ સિસ્ટમ્સ ૨૫ વર્ષના જીવનકાળમાં ૭૨૦ મિલિયન ટન સીઓ૨ સમકક્ષ ઉત્સર્જન ઘટાડશે. આ યોજના મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન, વેચાણ, ઇન્સ્ટોલેશન,ઓએન્ડએમ અને અન્ય સેવાઓમાં લગભગ ૧૭ લાખ સીધી નોકરીઓનું સર્જન કરશે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ખેતી અને ખેતીને લગતા ઘણા નિર્ણયો લીધા છે. વિશ્વમાં યુરિયા ખાતરની કિંમતો વધી છે અને પીએમ મોદીએ કહ્યું હતું કે વધેલા ભાવથી ખેડૂતો પર કોઈ અસર નહીં થાય. કેબિનેટે ખરીફ સિઝન-૨૦૨૪ (૦૧.૦૪.૨૦૨૪ થી ૩૦.૦૯.૨૦૨૪ સુધી) માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી દર અને દ્ગમ્જી યોજના હેઠળ ૩ નવા ખાતર ગ્રેડના સમાવેશને મંજૂરી આપી.

દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે કોમશયલ સેમિકન્ડક્ટર ફેબને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત ૩ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આમાં કુલ ૧ લાખ ૨૬ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. પ્રથમ ફેબ ટાટા અને પાવર ચિપ તાઈવાનના સહયોગથી બનાવવામાં આવશે. આ અંતર્ગત દર મહિને ૫૦ હજાર વેફર બનાવવામાં આવશે.એક વેફરની અંદર ૫૦૦૦ ચિપ્સ હોય છે. આ પ્લાન્ટમાંથી ૩૦૦ કરોડની ચિપ્સ બનાવવામાં આવશે. આ ચિપ ૮ સેક્ટરમાં ઉપયોગી થશે. જેમ કે હાઈ પાવર, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોબાઈલ. આ તમામ ફેબ ધોલેરામાં સ્થપાશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જૂની સરકારોએ સેમિકન્ડક્ટરના પાયા તરફ કામ કર્યું. દેશમાં પહેલો પ્રયાસ ૧૯૬૨માં કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ જો ઈરાદા અને નીતિ સ્પષ્ટ હોય તો સફળતા ચોક્કસ મળે છે. ટૂંક સમયમાં તેનું ભૂમિપૂજન કરવામાં આવશે અને ૧૦૦ દિવસમાં તેનું કામ શરૂ કરવામાં આવશે.