- આદિવાસી સમાજના પ્રકાશભાઇ ડોડીયારના ઘરે મંત્રીએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો.
સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ સંતરામપુર આદિવાસી દિવસની ઉજવણી કર્યા બાદ ગરાડીયા ગામમાં રહેતા આદિવાસી સમાજના પ્રકાશભાઇ ડોડીયારના ઘરે આદિવાસી પરંપરા મુજબ નીચે બેસી સ્વાદિષ્ટ આદિવાસી ભોજનનો આનંદ માણ્યો હતો. ભોજન બાદ મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રકાશભાઇ ડોડીયારના તથા તેમના પરિવારના સભ્યોનો આ સ્વાદિષ્ટ ભોજન બદલ આભાર વ્યક્ત કર્યો.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની સાથે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જીલ્લા કલેક્ટર નેહા કુમારી, વિકાસ અધિકારી સી.એલ.પટેલ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વલવાઈ, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોરે પણ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.