સીએએને વિવાદમાં ઘસડવાના પ્રયાસ

નાગરિક્તા સંશોધન અધિનિયમ એટલે કે સીએએનો મામલો હાલમાં ચર્ચામાં છે. આ મામલો અદાલતની સાથે જ જાહેર વિમર્શના દાયરામાં પણ છે. કોઈપણ કાયદા પર દૃષ્ટિકોણમાં ભિન્નતા હોવી સ્વાભાવિકછે, પરંતુ કેટલાક પક્ષો તાત્કાલિક રાજકીય લાભ માટે તથ્યોની અવહેલના કરીને સમાજમાં ઘૃણા અને ભય ફેલાવવાની સાથે જ મિથ્યા આરોપ લગાવવામાં વ્યસ્ત છે. કહેવાઈ રહ્યું છે કે સીએએ બંધારણસંમત નથી અને તે અનુચ્છેદ-૧૪નું ઉલ્લંઘન કરે છે. તેનો નિર્ણય તો શીર્ષ અદાલત જ કરશે, પરંતુ આ મામલે ભડકાઉ નિવેદનબાજી હેરાન કરનારી છે. બંગાળ અને કેરળના મુખ્યમંત્રીઓનું કહેવું છે કે તે સીએએને લાગુ નહીં થવા દે, જ્યારે આ કાયદાને રાજ્ય સરકારો સાથે કોઈ લેવા-દેવા નથી.

શરદ પવાર આ કાયદાને લોકશાહી પર આક્રમણ કહી રહ્યા છે તો અસદુદ્દીન ઓવૈસી આ કાયદાને ગોડસેની માનસિક્તા ગણાવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન તો ઓર અચંબિત કરનારું હતું. તેમણે સીએએને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવતાં કહ્યં કે ‘પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં લગભગ અઢી-ત્રણ કરોડ અલ્પસંખ્યક છે. જો તેમાંથી એક-દોઢ કરોડ પણ ભારત આવી જાય તો આપણે તેમને ક્યાં વસાવીશું? નોકરી કઈ રીતે આપીશું? આખી કાયદો-વ્યવસ્થા ભાગી પડશે. આ તો ૧૯૪૭થી પણ મોટો પ્રવાસ હશે.’ શું આ નિવેદન ભડકાઉ નથી? કેજરીવાલ દુષ્પ્રચાર કરી રહ્યા છે કે મોદી સરકાર વિદેશી અલ્પસંખ્યકોને ભારત આવવાનું નિમંત્રણ આપવા જઈ રહી છે, જ્યારે સીએએ તો એમના માટે છે, જેઓ સંબંધિત ત્રણ પડોશી દેશોમાં મજહબી સતામણીથી પરેશાન થઈને ૨૦૧૪ પહેલાં જ ભારત આવી ગયા હતા. એવા શરણાર્થીઓને કાયદો અને વ્યવસ્થાને ખતરો પહોંચવાની વાત કહેનારા શું દેશમાં ગેરકાયદે ઘૂસી ગયેલા બાંગ્લાદેશી-રોહિંગ્યા મુસલમાનોની સ્થિતિને જુએ છે? રાજધાની દિલ્હી સહિત દેશના કેટલાય ક્ષેત્રોમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો વસેલા છે. કેટલીક ઘટનાઓ પર યાન આપીએ તો ૬ માર્ચ, ૨૦૨૧ના રોજ દિલ્હી-એનસીઆરમાં લૂંટફાટ અને ચોરીના ડઝનબંધ ગુના કરી ચૂકેલા ત્રણ બાંગ્લાદેશી બદમાશો, ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ રાજધાનીના કેટલાય ક્ષૃેત્રોમાં એટીએમ ઉખાડીને લઈ જનારા બાંગ્લાદેશીઓ, ૬ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કર્ણાટકની એક લૂંટમાં એક વ્યક્તિની હત્યા કરનારા બે બાંગ્લાદેશીઓને પોલીસે પકડ્યા હતા. હરિયાણા સ્થિત નૂંહમાં ગત વર્ષે શોભાયાત્રા પર પથરાવ કરનારામાં રોહિંગ્યા મુસ્લિમો પણ સામેલ હતા. આ જ રીતે હલદ્વાનીમાં દબાણ હટાવવા પહોંચેલી પોલીસ પર હુમાલ પાછળ પણ કેટલાય રોહિંગ્યાઓનો હાથ હોવાના આરોપ છે. આવી તો અંતહીન યાદી છે. શું સીએએનો વિરોધ કરી રહેલા લોકોએ રોહિંગ્યા-બાંગ્લાદેશી મુસલમાનો સાથે જોડાયેલી આ અપરાધિક ઘટનાઓ વિરુદ્ઘ કશું કહ્યું કે તેમને ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો’ માન્યા?

સ્વઘોષિત સેક્યુલરો અને ‘લેટ-ફાસિસ્ટ’ ગેરકાયદે રૂપે ભારતમાં ઘૂસેલા એ રોહિંગ્યા મુસલમાનોને નાગરિક્તા આપવાની સાથે જ સન્માનજનક નોકરી સહિત અન્ય સુખ-સુવિધા આપવાનું પ્રત્યક્ષ-પરોક્ષ સમર્થન કરે છે, જેમના બંધુ-બાંધવ પોાતના મૂળ દેશ મ્યાંમારમાં અસંખ્ય હિંદુ-બૌદ્ઘ અનુયાયીઓનો નરસંહાર કરી ચૂક્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, ઓગસ્ટ ૨૦૧૭માં રોહિંગ્યા આતંકીઓએ મ્યાંમારમાં અલગતાવાદથી ગ્રસ્ત પ્રાંત રખાઇનમાં ૯૯ હિંદુઓને તાલિબાની પદ્ઘતિએ મોતને ઘાટ ઉતારીને તેમની મહિલાઓનું ધર્માંતરણ કર્યું હતું. તપાસ બાદ મૃત હિંદુઓની લાશો એક સામૂહિક કબરમાં મળી હતી. સંયુક્ત રાષ્ટ્રના એક તપાસ દળે ઓક્ટોબર ૨૦૨૩માં તેને ‘આંતરરાષ્ટ્રીય અપરાધ’ જાહેર કરવાની ભલામણ કરી હતી. આ પ્રકારના જઘન્ય હત્યાકાંડ અને જેહાદીઓને સ્થાનિક રોહિંગ્યા મુસ્લિમોનું સમર્થન મળ્યા બાદ ૨૦૧૭માં મ્યાંમાર સત્તા-અધિષ્ઠાન સૈન્ય કાર્યવાહી માટે મજબૂર થયું હતું. તેને કારણે લાખો રોહિંગ્યા મુસલમાન સુરિક્ષત ઠેકાણાની શોધમાં મ્યાંમારથી પલાયન કરી ગયા. શું ત્યારબાદ તેમના આચરણમાં કોઈ બદલાવ આવ્યો? દિલ્હીના એક અંગ્રેજી અખબારે સપ્ટેમ્બર ૨૦૧૭ના એક રિપોર્ટમાં પ્રકાશિત કર્યું હતું કે મ્યાંમારથી શરણાર્થી બનીને બાંગ્લાદેશના કોક્સ બજાર પહોંચેલા રોહિંગ્યા હિંદુ મહિલાઓનું જબરદસ્તી સિંદૂર ભૂંસી, બંગડીઓ તોડી અને ધર્માંતરિત કરીને તેમને દિવસમાં પાંચ વખત નમાજ પઢવા મજબૂર કરી રહ્યા હતા.