ગાંધીનગર,
ગુજરાત વિધાનસભામાં ભાજપને ૧૫૬ બેઠકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેતન અને કુશાગ્રતાના કારણે મળી છે પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ચૂંટણી વ્યૂહરચના જોઇને હાઇકમાન્ડ તેમને સરપાવ આપે તો નવાઇ પામવા જેવું નથી. એવું ચર્ચાઇ રહ્યું છે કે નવા વર્ષે પાટીલને રાષ્ટર્રીય કક્ષાએ મહત્વનું સ્થાન આપવામાં આવશે.
જો પાટીલને રાષ્ટર્રીય કક્ષાએ સ્થાન મળે તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પછી ત્રીજા એવા નેતા હશે કે જેઓની કર્મભૂમિ ગુજરાત રહી છે. રાષ્ટ્રીય ભાજપ સીઆર પાટીલનો ઉપયોગ દેશના અન્ય રાયો સાથે લોક્સભાની ચૂંટણીમાં કરવા માગે છે તેથી તેમનું પ્રમોશન નિશ્ચિત મનાઇ રહ્યું છે.
જુલાઇ ૨૦૨૦માં ગુજરાત પ્રદેશ પ્રમુખનું સ્થાન સંભાળનારા સીઆર પાટીલ નવસારીથી ત્રણ વખત લોક્સભાની ચૂંટણી જીત્યા છે. સંગઠનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાઇકમાન્ડ તેમને સરપાવ આપવાની તૈયારી કરી રહ્યું છે. એવી અટકળો ચાલી રહી છે કે પાટીલને રાષ્ટ્રીય સંગઠનમાં મૂકીને કેન્દ્રીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે અથવા તો કેન્દ્રની કેબિનેટમાં તેમને મંત્રી બનાવી શકાય તેમ છે. ભાજપના હાલના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આ સ્થાને રહીને ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણી પૂર્ણ કરશે. તેમને એક્સટેન્શન આપવામાં આવી શકે છે કેમ કે તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ શરૂઆતમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં છે.સીઆર પાટીલે લાંબા સમય સુધી વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્રની જવાબદારી પણ સંભાળી છે.
આવતા વર્ષે દેશના નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાઇકમાન્ડ પાટીલને કોઇ રાજ્યના પ્રભારી પણ બનાવી શકે છે. ભવિષ્યમાં જો તેમને રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ મળે તો તેઓ તેઓ ત્રીજા એવા નેતા હશે કે જેમણે ગુજરાતમાંથી નિકળીને ભાજપનું સુકાન સંભાળશે. અગાઉ લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહે પાર્ટીનું રાષ્ટર્રીય અધ્યક્ષપદ સંભાળ્યું છે.૨૦૨૩માં મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, છત્તીસગઢ, મયપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.