સી.આર.પાટીલ દાહોદની મુલાકાતે પધારશે,જીલ્લા ભાજપ સંગઠન વ્યવસ્થા અને આયોજનમાં જોતરાયું,જીલ્લા પ્રમુખ અને મહામંત્રીએ સભા સ્થાન ની મુલાકાત લીધી.

દાહોદ, તા. 24 જૂન નારોજ પ્રદેશ ભાજપના યશસ્વી પ્રમુખ સી.આર.પાટીલ દાહોદ વિશાલ જાહેર સભાને સંબોધન કરવા માટે પધારી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં પેજ પ્રમુખ, પેજ સદસ્ય પ્રમુખથી લઈ પાર્ટીના નાના મોટા તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો થી લઈને પાર્ટીના તમામ પદાધિકારીઓને સંબોધન કરશે.

તારીખ 24 જૂન નારોજ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ પ્રમુખ પેજ સમિતિના પ્રણેતા એવા સી.આર. પાટીલ દાહોદ ખાતે જાહેર સભા સંબોધવા માટે પધારી રહ્યા છે. વડાપ્રધાનની સરકારને નવ વર્ષ કેન્દ્રમાં થયા છે અને સરકારે સુશાસન સારી રીતે ચલાવ્યું એ બાબતોને લઈને જન જન સુધી સુશાસનની વાત પહોંચે, કરેલા કામોની વાત જન સુધી લઈ જવા માટે કાર્યકર્તાઓ માધ્યમ બને તે માટે પ્રદેશ અધ્યક્ષ દાહોદ ખાતે 9:30 વાગે પધારી રહ્યા છે. જેના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી એ દાહોદ જીલ્લાએ સંગઠનની બેઠક બોલાવી અને આ જનસભામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ સાથે સાથે જનતા પણ જોડાય તે માટે સુવ્યવસ્થા જળવાય તેવી આયોજન થાય. જેમાં ઝીણી ઝીણી બાબતોને લઈ સંખ્યાથી લઈ વ્યવસ્થાથી લઇ તમામ બાબતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ સભાસ્થાની મુલાકાતે જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જીલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા મુલાકાત લઈ અને જરૂરી સૂચનો કર્યા હતા.