બાલાસિનોર, બાલાસિનોર તાલુકામાં આવેલી ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક સાથે મઘ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાપી નાંખવામાં આવતા સારવાર કરાવવા આવતા દર્દીઓ ભારે પરેશાન થઈ ગયા છે.
બાલાસિનોર તાલુકાના ગુંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ 10666, જનોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ 8057, પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ 3164, અને ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ 2227 રૂપિયા મળી કુલ 24,114 રૂપિયા વીજ બીલ ન ભરતા બાલાસિનોર ખાતે સ્થિત મઘ્ય ગુજરાત વીજ પુરવઠાને કંપની દ્વારા કાપી ચારેય પ્રા.આરોગ્ય કેન્દ્રના વીજ કનેકશન કાપી નંખાયા છે. ભારે ગરમીમાં વીજ જોડાણ કપાઈ જતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જયારે સગર્ભા મહિલાઓ તેમજ નાના બાળકોને ઠંડકમાં રાખેલી રસી મુકવામાં આવે છે. રસી ફ્રિઝમાં મુકવામાં આવતી હોય છે. તેના માટે સવાર-સાંજ બંને ટાઈમ ફ્રિઝનુ તાપમાન નોંધવામાં આવતુ હોય છે. પરંતુ વીજ જોડાણ કપાઈ જવાના કારણે આ રસી માટે અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતી હોય છે.જો વીજ જોડાણ કપાઈ જવાના કારણે રસી ઠંડક વગર મુકવામાં આવશે તો તેની આડઅસર થવાની શકયતાઓ રહી છે.