
વોશિગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને લઈને બંને દેશો (ભારત-અમેરિકા)ના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય સમય અનુસાર પીએમ મોદી લગભગ ૧૧ વાગે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્ક એરપોર્ટ પર લોકો તેની રાહ જોઈ રહ્યા હતા.
જ્યારે પીએમ મોદી તેમને મળ્યા ત્યારે લોકોના ચહેરા ચમકી ઉઠ્યા હતા. આ દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ, મોદી-મોદીના નારા લાગ્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ૯.૩૦ કલાકનો તફાવત છે. પીએમ મોદી લેખકો, વિદ્વાનો અને ઉદ્યોગપતિઓને મળ્યા. પીએમ મોદીએ ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી.
પીએમ મોદી ઉદ્યોગપતિઓથી લઈને લેખકો સુધી બધાને મળ્યા. તેમાં સ્પેસએક્સના માલિક એલોન મસ્ક પણ સામેલ છે. વાતચીત અંગે મસ્કે કહ્યું કે તે ખૂબ જ સકારાત્મક અને આશાસ્પદ વાતચીત હતી. પીએમ મોદી ભારતને લઈને ખૂબ જ ગંભીર છે. તે પોતાના દેશને નવી ઉંચાઈ પર લઈ જવા માંગે છે. તેણે કહ્યું કે તે પીએમ મોદીના સૌથી મોટા ફેન છે. પીએમ ન્યૂયોર્કમાં થિંક ટેક્ધના સભ્યોને પણ મળ્યા હતા.
યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી)ના પ્રમુખ અતુલ કેશપે કહ્યું કે ભારત અને અમેરિકા બંનેનો પ્રયાસ છે કે ઈન્ડો-પેસિફિકના દરેક દેશ પાસે સંપૂર્ણ સંપ્રભુતા હોવી જોઈએ અને તે તેના લોકોને સારું ભવિષ્ય આપી શકે. તેમણે કહ્યું કે વિવાદો શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવા જોઈએ. જેથી આપણા લોકો સુરક્ષિત રહે. નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબે પણ પીએમ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન સાથે જોડાઈ શક્યા છે. અમે બેઠા અને ઘણી વાતો કરી. તેમણે (પીએમ મોદીએ) એન્ટિફ્રેજીલનો ઉલ્લેખ કર્યો. મેં કોવિડ પ્રત્યે ભારતના પ્રતિભાવની પ્રશંસા કરી અને કહ્યું કે કેવી રીતે ભારતે તેની સાથે ખૂબ જ અસરકારક રીતે કોરોના સમયમાં કામ કર્યું.