બસ સ્ટેશનમાં કોઇ અસામાજીક તત્વ શંકાસ્પદ ચીજવસ્તુ સાથે આવેલો અથવા મોકડ્રીલની ધારણા વચ્ચે દાહોદમાં બસ સ્ટેશન પટાંગણમાં SOG પોલીસે ડોગ સકવોડ, મેટલ ડિટેક્ટર જેવા સંસાધનો સાથે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતા ઉતેજના ફેલાઈ.

  • SOG પોલીસે રથયાત્રાને અનુલક્ષીને ચેકીંગ અંગે કવાયત કરી હોવાનુ બહાર આવતાં હાશકારો.

દાહોદ, દાહોદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ.ઓ.જી.ની ટીમ સાયરન વગાડતા બસ સ્ટેશનમાં ઓચિંતા પહોંચી ગઈ હતી અને ડોગ સ્કવોડ તેમજ મેટલ ડિટેક્ટર, એકસ્પલોસિવ ડીટેકટર, કારએકસ્પલોસિવ ડીટેકટર વડે બસ સ્ટેશન પરિસર તેમજ એસ.ટી.ની બસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા સમગ્ર બસ સ્ટેશન વિસ્તારમાં ઉતેજના ફેલાઈ જવા પામી હતી. બસ સ્ટેશન વિસ્તારમાં કઈ અજુગતું બન્યું હોય તેમ તમામ લોકોની નજર એસ.ઓ.જી. પોલીસની ટીમ ઉપર હતી. જે ડોગ સ્કવોડ તેમજ તમામ સંશાધનો વડે બસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે,SOG દ્વારા ઓચિંતી ચેકીંગ હાથ ધરતા કોઇ અસામાજીક તત્વ પ્રતિબંધિત શંકાસ્પદ ચીજ વસ્તુ લઈ આવવાનો હોઈ અથવા મોકડ્રીલ યોજાઈ છે. આવા તમામ પ્રકારના સવાલો સ્ટેશન પરિસરમાં ઉપસ્થિત જનમાનસમાં ફેલાવવા પામ્યો હતો. પરંતુ આ કોઈ મોકડ્રિલ અથવા કોઈ અસામાજીક તત્વોને પકડવા માટે સર્ચ ઑપરેશન કરવામાં આવ્યુ નહોતું. આ તો રથયાત્રાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્રારા સર્ચ ઓપરેશન અંગેની કવાયત હાથ ધરવામાં આવી હતી. દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેર તેમજ રથયાત્રાને રૂટને લઈ તમામ પ્રકારની તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. આમ, તો દાહોદમાં તમામ તહેવારો શાંતિપૂર્ણ અને સોહાદપૂર્ણ માહોલમાં ઉજવાય છે, પરંતુ રથયાત્રાની તૈયારીઓમાં કોઈ કચાસ ન રહી જાય અને સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે દાહોદ જીલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેરના જાહેર સ્થળો ઉપર ડોગ સ્કવોડ તેમજ અન્ય સંશાધનોની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના બસ સ્ટેશનના સેક્યુલેટિંગ એરિયા તેમજ એસટી બસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ચેકિંગના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા એસ.ઓ.જી.ની ટીમ તેમજ દાહોદ પોલીસે હાશકારો અનુભવ્યો હતો.