બસ પાસ કઢાવવા અને રીન્યુ કરાવાની પ્રક્રિયા સરળ બનાવવા મુખ્ય મંંત્રીને રજુઆત

  • બસ પાસ ઓનલાઈન સુવિધા ઉભી કરાવતો વિદ્યાર્થીઓના સમયની બચત થાય.

ગોધરા, ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારી બસમાં અપડાઉન કરીને શિક્ષણ મેળવતા હોય છે. આવા વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા માટે બસ ડેપોમાંં સમયાંતરે રીન્યુ કરવા માટે જવું પડતું હોય છે. બસ ડેપોમાં પાસ રીન્યુ કરાવવામાં વિદ્યાર્થીઓના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે ઓનલાઈન બસ પાસ કઢાવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંંગ સાથે પંચમહાલ આપ પાર્ટીના જીલ્લા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ઈ-મેઈલથી રજુઆત કરાઈ.

ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અપડાઉન માટે સરકારી એસ.ટી.બસનો ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થીઓને સમયાંતરે એસ.ટી.બસનો પાસ રીન્યુ કરવાનો થતો હોય જેને લઈ વિદ્યાર્થીઓ પાસ રીન્યુ કરવા માટે એસ.ટી.ડેપોમાંં કલાકો વિતાવવા પડતા હોય જેને લઈ વિદ્યાર્થીઓના આખા દિવસ અભ્યાસથી વંચિત રહેતા હોય છે. એસ.ટી.ડેપોમાં પાસ કઢાવવામાં ટેકનીકલ ખામી સર્જાય તો બે થી ત્રણ દિવસ પણ ધકકા અને લાઈનમાં ઉભા રહેવા વિદ્યાર્થીઓ મજબુર બને છે. ત્યારે ઓનલાઈન બસ પાસ રીન્યુ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાનુંં બંધ થાય અને અભ્યાસ બગડતો બચી શકે છે. જેને લઈ પંચમહાલ આપ પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશભાઇ બારીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઈ-મેઈલથી બસ પાસ રીન્યુ કરાવવા ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવા રજુઆત કરાઈ છે.