બસ અને કાર વચ્ચે અથડામણ, આસામના કામદારો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા

ચેન્નાઈ, જિલ્લાના ચેંગમ નજીક એસયુવી અને રાજ્ય સરકારની બસ વચ્ચે જીવલેણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં આસામના પાંચ કામદારો સહિત સાત લોકોના મોત થયા હતા.

પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે ટીંડીવનમ-કૃષ્ણાગિરી નેશનલ હાઈવે પર બેંગલુરુથી અહીં આવી રહેલી તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે એસયુવી કાર ટકરાઈ હતી. કારમાં લગભગ ૧૧ લોકો હતા, જેમાંથી મોટાભાગના કામદારો હતા.

એસયુવીમાં મુસાફરી કરી રહેલા ૧૧ લોકોમાંથી ૭ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ઘાયલોને તિરુવન્નામલાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ ભીનમાલ તીર્થ, કુંચા રાય, દલ્લુ, નિકોલસ, નારાયણ સેઠી અને ડ્રાઈવર પુનીત કુમાર આસામના અને કૃષ્ણાગિરી જિલ્લાના કામરાજ તરીકે થઈ છે. તેઓ બધા હોસુર પાસે એક ફેક્ટરીમાં કામ કરતા હતા અને આયુધ પૂજાના દિવસે પુડુચેરીની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે બસના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને કોઈ ઈજા થઈ નથી. જોકે, કેસ નોંધવામાં આવ્યો છે.