
પંચમહાલ જિલ્લામાં પોઇન્ટ ટુ પોઈન્ટ, ટુરિસ્ટ બસ સ્કુલ બસ અને કંપની બસ સેક્ટરમાં બસ સેવા આપતા સંચાલકો દ્વારા કોરોના મહામારી વચ્ચે આજે એકઠા થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જેમાં જણાવવામાં આવ્યું હતું કે વાહન ચલાવવું ન હોય તો નોન યુઝડ ટેક્સ ભરવાની સિસ્ટમ રદ્દ કરી ટેક્સ ભર્યા વિના વાહન નોન યુઝ્ડ સ્વીકારમાં આવે, તેમજ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રોડ ટેક્સ ભરવાની અવધિ વધુ ૬ મહિના સુધી લંબાવવામાં આવે, લોક ડાઉન ના ત્રણ માસ વ્યવસાય બંધ હોઈ બેંકના હપ્તા અને વ્યાજ ભરવામાં રાહત આપવામાં આવે, તદ્પરાંત વિમાની અવધિમાં ૬ માસનું એક્સ્ટેન્શન્સ આપવા જેવી માંગણીઓ કરવામાં આવી હતી, જિલ્લા કલેકટર વતી અધિક નિવાસી કલેકટર દ્વારા આવેદનપત્ર સ્વીકારવા માં આવ્યું હતું.