બુલઢાણા,મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ખામગાંવ શહેરમાં એક સબંધને કલંક્તિ કરનાની ઘટના સામે આવી છે. ૪૦ વર્ષના મામાએ તેની ૧૦ વર્ષની ભાણી પર બળાત્કાર કર્યો છે. પોલીસે આ કેસમાં આરોપી મામાની ધરપકડ કરી છે. ભોગ બનનારે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ બાળકીના મામા પુણેમાં નોકરી કરે છે. તે તેની બહેનના ઘરે વેકેશન ગાળવા આવ્યો હતો. આ દરમિયાન એક દિવસ મોકો મળતાં તેણે આ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યુ હતું. ૮ એપ્રિલની રાત્રે, આ નરાધમ તેની ૧૦ વર્ષની ભાણીને ઘસડીને નજીકના બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. આ દુષ્કર્મ બાદ તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ આ ઘટના અંગે તેની માતાને જણાવ્યુ હતું. આ પછી પીડિતાની માતાએ શહેર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
ખામગાંવ સિટી પોલીસે આરોપી મામા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૬ (છ), ૩૭૭, ૩૭૬ સંબંધિત કલમો ૪,૬,૮ અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. દરમિયાન, ગઈકાલે રાત્રે (૧૦ એપ્રિલ) અંધારાનો લાભ લઈને શહેરમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આ વ્યક્તિની અકોલા બાયપાસ રોડ નજીકથી પકડી પાડીને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર સામે આવ્યા બાદ બુલઢાણા જિલ્લાના ખામગાંવ શહેરમાં લોકો ચિંતામાં મુકાયા છે. દીકરીઓ ઘરની બહાર જાય ત્યારે વાલીઓને ચિંતા થાય છે. પરંતુ છોકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. છેવટે, માતાપિતાએ તેમની દીકરીઓને કેવી રીતે અને ક્યાં સાચવવી જોઈએ? કોની નિયત ડહોળાયેલી છે તે કેવી રીતે શોધવું? સમાજમાં આટલી ગંદકી ક્યાંથી આવે છે? આપણા સમાજમાંથી સંસ્કાર કોણ ખતમ કરી રહ્યું છે? શા માટે માતાઓ, બહેનો, પુત્રવધૂઓ, પુત્રીઓ આટલી ઝડપથી દિન-પ્રતિદિન દુષ્કર્મનો શિકાર બની રહી છે? ઘણા બધા પ્રશ્ર્નોના જવાબ હાલ પણ પરીવાર શોધી રહ્યું છે.