બુલેટ અને કારની જોરદાર ટક્કર મોડાસા પાસે અકસ્માતમાં બુલેટસવાર માસી-ભાણિયા સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત

હિંમતનગર,

આજકાલ વાહનોની તેજ રફતારના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં નિર્દોષ વાહન સવારોના મોત નિપજતા હોય છે. તેવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના મોડાસા તાલુકાના રાસલપુર પાસેથી સામે આવી છે. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બુલેટ પર સવાર ૪ પૈકી ૩ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાઈ છે.

વાત છે મોડાસા તાલુકાના રાસુલપુર પાસેની આજે સવારે નવ વાગ્યાના અરસામાં રાસુલપુર ગામના એક વ્યક્તિ પરિવાર સાથે બહાર જવા નીકળ્યા તે સમયે રસુલપુર થી આગળ એક પુરપાટ જડપે આવતી કારના ડ્રાયવરે કાર સામેથી આવતા બુલેટને જોરદાર ટક્કર મારી હતી. જેથી બુલેટ પર સવાર નાના બાળકો સહિત ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક બાળકી ગંભીર થવાથી ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે કાર ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા છે.

રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવ વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર રસુલપુર નજીક બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોની ભીડ એકઠીં થઈ ગઈ હતી. જેના લીધે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોડાસા-હિંમતનગર હાઈવે પર થયેલા અકસ્માતમાં એક જ પરિવારના મોત થયા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. ત્યારે આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઘટનામાં અકસ્માત થયો હતો તે કાર કોઈ પ્રસંગમાથી આવી રહી હોય તેવુ મનવામાં આવી રહ્યું છે.

અંકલેશ્ર્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રકની વચ્ચે કારનો ખુરડો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર છે કે, ઘટના સમયે કારમાં કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકોના મોત થયા છે તેની પણ પુષ્ટિ થઈ શકી ન હતી. માત્ર એક હાથ જ દેખાઈ રહ્યો હતો. વિચલિત કરી દેનારા આ અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃતદેહ કાઢવા ૩ ક્રેન અને એક ટેમ્પાની મદદ લેવાઈ હતી. પોલીસે કારને પોસ્ટમોર્ટમ રૂમ પાસે ખસેડી કટરથી કાપીને અંદર રહેલા લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. DPMC ના ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમત બાદ કારમાંથી મૃતદેહ કાઠી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.

અંકલેશ્ર્વર નજીક નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના એટલી ભયંકર હતી કે કાર ચાલકના સ્ટિયરિંગ પર માત્ર આંગળી જ નિહાળી શકાતા હતા. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ કાર અંકલેશ્ર્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન બે ટ્રકની વચ્ચે કાર આવી જતાં વિચલિત કરી દેનારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર જાણે રમકડું થઈ જઇ પડીકું વળી ગઈ હતી. આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવતાં કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી હતી, જો કે પાછળથી ટાઇલ્સ ભરીને આવી રહેલ ટ્રક કાર સાથે ભટકાઈ હતી. કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવિચ બની ગઈ હતી.

જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો ખુરડો બોલી ગયો હતો. જેમાં દુર્ઘટના સમયે કારમાં સવાર માત્ર એક વ્યક્તિનો હાથ જ દેખાતો હતો. જોકે કારમાં અન્ય કેટલા લોકો સવાર છે તેની પણ પુષ્ટિ કરી શકાય ન હતી. અકસ્માતના પગલે અંકલેશ્ર્વર બી ડિવિઝન પોલીસ મથકનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી હતી. ૩ ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પડીકું વળી ગયેલી કાર અને તેમાં સવાર વ્યક્તિના મૃતદેહ કાઢવા ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં ગેસ કટરથી કારને કાપીને અંદર રહેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કવાયાત હાથ ધરવામાં આવી હતી.