- પૂર્વ બોક્સર મેરી કોમની આગેવાનીમાં બનાવી કમિટીબ્રિજભૂષણ સિંહ કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામે કોર્ટમાં.
નવીદિલ્હી,
પહેલવાનોના યૌન શૌષણના આરોપનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ બૃજભૂષણ સિંહ હવે બરાબરના ફસાયા છે. કેન્દ્ર સરકારે યૌન શૌષણના આરોપની તપાસ માટે પૂર્વ બોક્સર મેરી કોમની આગેવાનીમાં પાંચ સભ્યોની કમિટી બનાવવાનું એલાન કર્યું છે. પાંચ સભ્યોની કમિટીમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્ર્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તૃપ્તિ મુરુગંદે, કેપ્ટન ગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. મેરી કોમની આગેવાનીવાળી ઓવરસાઈટ કમિટીને કુશ્તી સંઘનું કામકાજ સંભાળવાની પણ જવબાદરી સોંપવામાં આવી છે.
ખેલ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી ઓવરસાઈટ કમિટી કુશ્તી સંઘનું કામકાજ સંભાળશે અને પૂર્વ પ્રેસિડન્ટ અને ભાજપ સાંસદ બૃજશરણ સિંહ સામેના યૌન શૌષણના આરોપની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે.રમત મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક મોનિટરિંગ કમિટિની જાહેરાત કરી હતી. કુસ્તીબાજોના આક્ષેપો બાદ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંઘ પર કુસ્તી એસોસિએશનની કામગીરીની દેખરેખ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે જ્યાં સુધી નિરીક્ષણ સમિતિની ઔપચારિક નિમણૂક ન થાય ત્યાં સુધી કુસ્તી ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે હવે મેરી કોમની આગેવાનીવાળી કમિટી કુશ્તી સંઘનું કામકાજ જોશે. અગાઉ સરકાર તરફથી આશ્ર્વાસન મળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ખેલાડીઓએ તેમના ધરણા સમેટી લીધા હતા.
વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિતના ૩૦ કુસ્તીબાજોએ બુધવારે દિલ્હીના જંતર-મંતર પર ડબલ્યુએફઆઈ ચીફ બ્રજભૂષણ સિંહની સામે ધરણા શરુ કર્યાં હતા. વિનેશ ફોગાટનો આરોપ હતો કે બ્રજભૂષણે મહિલાઓ પહેલવાનોનું યૌન શૌષણ કર્યું છે. કુસ્તીબાજોએ બ્રજભૂષણ સિંહપર જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને બરતરફ કરવાની માંગ કરી હતી.
કુસ્તી ફેડરેશન સામે જાતીય શોષણનો વિવાદ વકર્યો છે ત્યારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજ ભુષણ શરન સિંઘ અને વિવિધ કોચ સામે જાતીય શોષણ અંગેના તમામ પહેલવાનોના આરોપો સાંભળ્યા છે. સરકારે કુસ્તીબાજોના દાવાની તપાસ પૂરી થયા સુધી ફેડરેશનની તમામ પ્રવૃત્તિને સસ્પેન્ડ કરી દીધી છે. ઠાકુરે કોલકાતામાં જણાવ્યું હતું કે, ’કેન્દ્ર સરકારે ડબ્લ્યુએફઆઇ સામેના આરોપો અંગે તમામ ખેલાડીઓને સાંભળ્યા છે. ટુર્નામેન્ટને તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. એડિશનલ સેક્રેટરીની હકાલપટ્ટી કરાઈ હતી અને સમિતિ ટૂંક સમયમમાં તપાસ શરૂ કરશે.
જેથી તમામ બાબતો સ્પષ્ટ થઈ શકે.’ તોમરના સસ્પેન્શન અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમને હોદ્દા પર ચાલુ રાખવામાં આવે તો સર્વોચ્ચ અગ્રિમતા ધરાવતી આ ઘટના માટે નુક્સાનકારક પુરવાર થઈ શકે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં રચવામાં આવનારી ઓવરસાઇટ સમિતિ પાસે ભારતીય કુસ્તી અંગેની તમામ બાબતોનો નિર્ણય લેવાની સત્તા હશે. ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ મેડલ વિજેતા સહિતના કુસ્તીબાજો સાક્ષી મલિક, બજરંગ પુનિયા, સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવ્રત મલિક, જિતેન્દ્ર કિન્હા અને સુમિત મલિકે ગયા સપ્તાહે દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કર્યા હતા. ઉપરાંત, વિરોધ પ્રદર્શનની આગેવાની લેનાર વિનેશ ફોગાટે ગયા સપ્તાહે બ્રિજ ભુષણ શરણ સિંઘ સામે જાતીય શોષણના ઘણા આરોપ કર્યા હતા. બ્રિજ ભુષણ ઉત્તર પ્રદેશના કૈસરગંજ મતવિસ્તારથી ભાજપના લોક્સભા સાંસદ છે. સરકારે શરણનો ગઢ મનાતા ગોંડામાં યોજાનારી ટુર્નામેન્ટ રદ કરી હતી.દરમિયાન રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ચાલી રહેલા વિવાદ વચ્ચે બ્રિજ ભૂષણ સિંહ હવે કોર્ટના શરણમાં પહોંચી ગયા છે. તેણે કોર્ટમાં અરજી દ્વારા દેશના મોટા કુસ્તીબાજો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. બ્રિજ ભૂષણ સિંહે વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજો સામે એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે તેના પર બ્લેકમેલિંગ અને પૈસા પડાવવા માટે જાતીય સતામણીનો આરોપ છે. બ્રિજ ભૂષણ સિંહ પર ઘણા મોટા રેસલર્સે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.