બજેટ પર રાજકારણ

સમાધાન પર ભાર

કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પર ભેદભાવના આરોપ લાગવા ચિંતાજનક અને વિચાર કરવા જેવી બાબત છે. બજેટ ઘોષણાઓના ગુણદોષ પર ચર્ચા પહેલાં જ તેની ફાળવણીને ભેદભાવપૂર્ણ ઠેરવાઈ રહ્યા છે. વિપક્ષી ગઠબંધનના નેતાઓએ આજે સંસદ ભવન પરિસરની અંદર વિરોધ પ્રદર્શન કર્યું અને તમામ રાજ્યો માટે સમાન વ્યવહારની માંગ કરી. એટલું જ નહીં, વિપક્ષે સરકાર પર બિહાર અને આંધ્ર પ્રદેશનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે બંને રાજ્યોને એક રીતે ખંડણી આપવામાં આવી. કેન્દ્ર સરકાર બિહારમાં સત્તારૂઢ જેડીયુ અને આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢ ટીડીપી પાર્ટીના સમર્થન પર નિર્ભર છે, તેથી આ બંને રાજ્યો પર વધુ કૃપા કરવામાં આવી છે.

શું ખરેખર બીજા રાજ્યોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે? શું બજેટને એવી રીતે જોવાનો રાજકીય દૃષ્ટિકોણ બિલકુલ સાચો છે? એમાં શંકા નહીં કે પાછલાં બજેટોમાં કેટલાંક રાજ્યોને વર્ષ-દર-વર્ષ તબક્કાવાર વધુ રોકાણ પ્રાપ્ત થયું છે અને એવાં રાજ્યોના નેતા જો હવે પોતાના રાજ્ય સાથે ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે, તેને દુ:ખદ જ કહી શકાય.

ખાસ કરીને બિહાર પ્રત્યે જે દુર્લભ સદાશયતા દેખાડવામાં આવી છે, તેને નિશાનો બનાવવો દુ:ખદ જ નહીં, ચિંતાજનક છે. બિહાર વિકાસના સૌથી નીચલા સ્તર પર રહ્યું છે, ત્યાં વિકાસ યોજનાઓ અને ઉદ્યોગોનો અભાવ છે, તો બિહારથી યુવાઓને રોજી-રોટી માટે દાયકાઓથી પલાયન કરવું પડી રહ્યું છે. જો પહેલાંના બજેટોમાં સમાન વ્યવહાર થયો હોત તો કર્ણાટક રાજ્ય બિહારની તુલનામાં પાંચ ગણું અમીર કેવી રીતે થઈ ગયું? બેશક, પલાયન રોકવાનો એકમાત્ર ઉપાય છે કે પછાત રાજ્યોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવે. એવું પણ નથી કે સૌથી પછાત રાજ્યને જ બધું જ આપી દેવાયું હોય.

જો આ રાજ્યને તમામ પરિયોજનાઓ માટે ૫૯ કરોડ રૂપિયા મળ્યા છે, તો આ રાજ્યથી લગભગ ચાર ગણું અમીર મહારાષ્ટ્રને એક જ બંદરગાહ પરિયોજના માટે ૭૬ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ માટે અલગ રાજધાનીનો વિકાસ જરૂરી છે, એ વાત આખો દેશ જાણે છે, તેથી એ રાજ્યને ૧૫ હજાર રૂપિયા આપીને જરા પણ ભૂલ નથી કરાઈ. વળી, આ કોઈ પહેલી વાર નથી કે બજેટ ફાળવણીમાં રાજકારણ દેખાતું હોય. ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોએ બહુ લડીને કેનદ્ર સરકાર પાસે ઘણું બધું લીધું છે અને જે રાજ્યો લડી નથી શક્યાં, તે પાછળ રહી ગયાં.

હા, ભેદભાવનો આરોપ ત્યારે કહી શકાય, જ્યારે તમામ ભાજપ શાસિત રાજ્યોને વધુ ફાળવણી કરવામાં આવી હોય અને અન્ય રાજ્યો વંચિત રહી ગયાં હોત. સંસદમાં વિપક્ષન હુમલાથી કેન્દ્ર સરકારે બોધ લેવાની જરૂર છે, ત્યાં બિહાર અને આંધ્ર પ્રદેશ રાજ્યના નેતાઓએ પણ કંઇક શીખવાની અને સંભાળવાની જરૂર છે. કોઈ રાજ્યના પછાતપણા માટે ત્યાંની સ્થાનિક રાજનીતિ પ્રાથમિક રૂપે જવાબદાર હોય છે. કેન્દ્ર સરકારે જ્યાં સમગ્રતામાં તમામ રાજ્યો પ્રત્યે ન્યાય કરતાં પોતાના બજેટને તાકક ઠેરવવું જોઇએ, જ્યારે નિશાના પર આવેલ રાજ્યોએ જાણી લેવું જોઇએ કે બજેટ અને આવી પ્રાથમિક્તાની તકો વારંવાર નથી આવતી. બજેટમાં મળેલી પાઈ-પાઈનો ઉપયોગ પોતાના રાજ્યને ચમકાવવા માટે કરવો પડશે. સ્પષ્ટપણે ભારે પ્રગતિ કરતાં દેખાવું અને દરેક સ્તરે પોતાના બજેટને વધારવા-બચાવવા માટે લડવું સહેજ પણ ખોટી વાત નથી. કોઈપણ પછાત રાજ્યના નેતાઓને આ કામ સંપૂર્ણ તૈયારી અને આક્રમક્તા સાથે કરવું જોઇએ.