નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. અન્ય ક્ષેત્રોની જેમ રેલવે ક્ષેત્ર માટે પણ બજેટમાં જાહેરાતો કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં સરકારનું યાન વંદે ભારત ટ્રેનો પર રહ્યું હતું.
વચગાળાના બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે ત્રણ મોટા આથક રેલ કોરિડોર કાર્યક્રમો લાગુ કરવામાં આવશે. આમાં પહેલો એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, બીજો પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને ત્રીજો હાઇ ટ્રાફિક કોરિડોર છે. મલ્ટિમોડલ કનેક્ટિવિટી સક્ષમ કરવા માટે આ પ્રોજેક્ટ્સની ઓળખ પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. આનાથી લોજિસ્ટિક્સ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે. આને કારણે, ઉચ્ચ ટ્રાફિક કોરિડોરમાં ભીડ ઘટાડવાથી પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં પણ મદદ મળશે અને મુસાફરોની સલામતી અને મુસાફરીની ગતિમાં વધારો થશે. સમપત ફ્રેટ કોરિડોર સાથે આ ત્રણ આથક કોરિડોર કાર્યક્રમો આપણા જીડીપી વૃદ્ધિ દરમાં વધારો કરશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો કરશે.
એક મહત્વની જાહેરાતમાં નાણામંત્રીએ કહ્યું કે વંદે ભારતના માપદંડો અનુસાર ૪૦ હજાર જનરલ કોચ વિક્સાવવામાં આવશે, જેથી મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરી શકાય.
ગત વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ રેલવે ક્ષેત્ર માટે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ બજેટમાં રેલવે માટે રૂ. ૨.૪૦ લાખ કરોડના મૂડી ખર્ચની જાહેરાત કરી હતી. આ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં કરવામાં આવેલા ખર્ચ કરતાં લગભગ નવ ગણું હતું.
બજેટમાં રેલ્વે ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવાની વાત કરવામાં આવી હતી જેથી તે રેલ્વે હેઠળના રસ્તાઓ, શહેરી માળખાકીય સુવિધાઓ અને પાવર જેવા માળખાકીય વિકાસમાં મદદ કરી શકે. બજેટ ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર આગામી સમયમાં વંદે ભારત અને હાઈડ્રોજન ટ્રેન જેવી ઘણી ટ્રેનો ચલાવવા માટે ખર્ચ કરશે. મુસાફરોની સુવિધા પાછળ ખર્ચ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી.
રેલવે ક્ષેત્ર માટે આ મહત્વપૂર્ણ જાહેરાતો હતી
રેલવે ક્ષેત્રે રૂ. ૨.૪ લાખ કરોડ ખર્ચાયા
રેલવેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી
૧૭,૨૯૭ કરોડ સાથે રેલવે ટ્રેકનું નવીનીકરણ
૪૫,૦૦૦ કરોડનું રેલવે સેટી ફંડમાં ટ્રાન્સફર
ગત બજેટમાં રેલવેએ તેની આવક અને ખર્ચની વિગતો પણ આપી હતી. તેણે ૨૦૨૩-૨૪ના બજેટમાં મુસાફરો પાસેથી રૂ. ૭૦ હજાર કરોડની કમાણીનો અંદાજ મૂક્યો હતો, જે ગયા બજેટ સત્રમાં રૂ. ૬૪ હજાર કરોડ હતો. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મોલ ટ્રાન્સપોર્ટેશનમાં રૂ. ૧.૭૯ લાખ કરોડની કમાણી થવાનો અંદાજ હતો, જે બજેટ ૨૦૨૨-૨૩માં રૂ. ૧.૬૫ લાખ કરોડ હતો.