બજેટ બાદ ૩૫ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચશે ! જાણો શું-શું થશે સસ્તું અને મોંઘું?

નવીદિલ્હી,

૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ પણ બજેટની રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત બનાવવા માટે અને વેગ આપવા માટે આ આવતી કાલે રજૂ થનાર બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે આ પગલું સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ કરશે અને એ કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન પણ મળશે. આ સાથે જ આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ૩૫ સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે, જેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન્સ જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલ બજેટમાં સરકાર જે સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની યોજના ધરાવે છે તેની યાદી વિવિધ મંત્રાલયો પાસેથી મેળવવામાં આવી છે અને આ યાદીની સમીક્ષા કર્યા પછી એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી સરકારે ૩૫ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાનું મન બનાવી લીધું છે. તેની પાછળનું કારણ છે મેડ ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન મળે, ભારતમાં આ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમુક વસ્તુઓની આયાત મોંઘી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણા મંત્રાલયોને બિન-આવશ્યક આયાતી માલની સૂચિ તૈયાર માંતે કહેવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ડ્યૂટી વધારી શકાય.

સરકાર ચાલુ ખાતાની ખાધને કારણે આયાત ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે ચાલુ ખાતાની ખાધ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નવ મહિનાની ઊંચી સપાટી ૪.૪ ટકાના સુધી પહોંચી ગઈ હતી. તાજેતરમાં બહાર પાડેલ એક અહેવાલ અનુસાર હજુ પણ ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની આશંકા છે. એટલે કે વધતા આયાત બિલના ખતરાની સાથે જ નિકાસ પર પણ ૨૦૨૩-૨૪માં મોંઘવારીનો દબાવ પડવાની આશંકા હતી. સ્થાનિક માંગ જે રીતે નિકાસ વૃદ્ધિને વટાવી ગઈ છે એ પરથી એવો અંદાજ છે કે મર્ચેન્ડાઈઝ વેપાર ખાધ દર મહિને ઇં૨૫ બિલિયન હોઈ શકે છે. એટલે કે આ આંકડો ચાલુ ખાતાની ખાધને જીડીપીના ૩.૨ થી ૩.૪ ટકાની બરાબર રાખવામાં સફળ થઈ શકે છે.

વિવિધ ક્ષેત્રોમાં આવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી શકાય છે, જે આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં આવતી નથી. આ સિવાય સરકારે લો ક્વોલિટી પ્રોડક્ટ્સની આયાત ઘટાડવા માટે ઘણા સેક્ટરમાં ધોરણો નક્કી કર્યા છે. જેમ કે રમતગમતનો સામાન, લાકડાનું ફર્નિચર અને પીવાલાયક પાણીની બોટલ. આ બંને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો માટે સમાન છે. જો કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એ ધોરણોને કારણે ચીનથી આવતી ઘણી સસ્તી ચીજવસ્તુઓની આયાત ઘટી શકે છે, જેના કારણે તે થોડા સમય માટે એ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

વર્ષ ૨૦૧૪માં લોન્ચ કરવામાં આવેલ ’મેક ઇન ઈન્ડિયા’ કાર્યકમ મજબૂત કરવા માટે સરકાર આ બજેટમાં કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે ગયા બજેટમાં પણ નાણામંત્રીએ ઈમિટેશન જ્વેલરી, છત્રી અને ઈયરફોન જેવી ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારીને સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. એ સ્થિતિને જોઈએને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરકાર અન્ય ઘણી ચીજવસ્તુઓ પરની આયાત ડ્યુટી વધારશે જેથી કરીને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો ફાયદો મળી શકે છે.

જણાવી દઈએ કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રત્ન અને આભૂષણ સેક્ટર માટે સોના અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન આપ્યું હતું તેનાથી દેશમાંથી જ્વેલરી અને અન્ય તૈયાર ઉત્પાદનોની નિકાસ વધારવામાં મદદ મળશે. નોંધનીય છે કે ગયા વર્ષે બજેટમાં સરકારે સોના પરની આયાત ડ્યૂટી ૧૦.૭૫ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી એ સામે જ સરકારે ઉડ્ડયન, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રોમાં કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી.