
મુંબઇ, બજેટ પહેલા શેરબજારમાં સારી ખરીદી જોવા મળી હતી. બુધવારે, શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો રિકવર થયા અને શરૂઆતની નબળાઈ છતાં લીલા રંગમાં બંધ થયા. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ વચગાળાના બજેટ ૨૦૨૪ પહેલા ૬૧૨.૨૧ (૦.૮૬%) પોઈન્ટના વધારા સાથે ૭૧,૭૫૨.૧૧ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી૨૦૩.૬૧ (૦.૯૫%) પોઈન્ટના વધારા સાથે ૨૧,૭૨૫.૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો.
માર્કેટમાં સૌથી વધુ ખરીદી ફાર્મા, પીએસયુ બેંક અને ઓટો સેક્ટરના શેરમાં જોવા મળી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ વચગાળાનું બજેટ ૨૦૨૪ રજૂ કરશે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ ૮૦૧ પોઈન્ટ ઘટીને ૭૧,૧૩૯ ના સ્તરે બંધ થયો હતો.
એપ્રિલ-ડિસેમ્બર માટે ભારતની રાજકોષીય ખાધ ૯.૮૨ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૪ના લક્ષ્યાંક કરતાં ૫૫% ઓછો છે.