લખનૌ, બહુજન સમાજવાદી પાર્ટીએ રવિવારે ૧૬ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બસપાએ સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં સહારનપુર સીટ પર સપા-કોંગ્રેસ ગઠબંધનના ઈમરાન મસૂદ સામે માજીદ અલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૈરાના લોક્સભા સીટ પરથી શ્રીપાલ સિંહનો મુકાબલો ઇકરા હસન સામે થશે.
દારા સિંહ પ્રજાપતિ મુઝફરનગર સીટથી, વિજેન્દ્ર સિંહ બિજનૌરથી મેદાનમાં છે. સુરેન્દ્ર પાલ સિંહને બસપા તરફથી નગીનાથી ટિકિટ મળી છે. મોહમ્મદ ઈરફાન સૈફીને મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જીશાન ખાન રામપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
શૌલત અલીને સંભલ લોક્સભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ શફીકુર રહેમાન બર્કના અનુગામી ઝિયાઉર રહેમાન સાથે સ્પર્ધા કરશે. બસપાએ અમરોહા લોક્સભા સીટ પરથી મુજાહિદ હુસૈનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. તેમનો મુકાબલો ભાજપના કંવર સિંહ તવર અને સપા-કોંગ્રેસ ગઠબંધનના દાનિશ અલી સાથે થશે.
બસપાએ જેને ટિકીટ આપી છે તેમાં સહારનપુર સીટથી માજીદ અલી,કૈરાના લોક્સભા સીટથી શ્રીપાલ સિંહ,મુઝફરનગર બેઠક પરથી દારા સિંહ પ્રજાપતિ,વિજેન્દ્ર સિંહ બિજનૌર લોક્સભા સીટથી,નગીના બેઠક પરથી સુરેન્દ્ર પાલ સિંહ,મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન,રામપુર થી જીશાન ખાન,શૌલત અલીને સંભલ,અમરોહાથી મુજાહિદ હુસૈન,મેરઠના દેવવ્રત ત્યાગી,પ્રવીણ બંસલ બાગપતથી,રાજેન્દ્રસિંહ સોલંકીને ગૌતમ બુદ્ધ નગર,બુલંદશહેરથી ગિરીશ ચંદ્ર જાટવ,અમલા થી આબિદ અલી,પીલીભીતના અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલબાબુ,શાહજહાંપુરના ડો.ડોદ્રમ વર્મા.,કોંગ્રેસે નવ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે,
અગાઉ, કોંગ્રેસે શનિવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન હેઠળ જીતેલી ૧૭ લોક્સભા બેઠકોમાંથી નવ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બે દલિત, બે મુસ્લિમ અને પાંચ જનરલ કેટેગરીના ઉમેદવારો પર દાવ લગાવવામાં આવ્યો છે. પછાત લોકોની ભાગીદારીની હિમાયત કરતી કોંગ્રેસની યાદીમાં આ વર્ગ સંપૂર્ણપણે ગાયબ છે. મહિલાને પણ સ્થાન મળ્યું નથી.
પાર્ટીએ દાવો કર્યો હતો કે ઉદયપુર ચિંતન શિબિરમાં લીધેલા નિર્ણય મુજબ ૫૦ ટકા ટિકિટ એસસી, ઓબીસી અને મહિલાઓને આપવામાં આવશે, પરંતુ અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી યાદીમાં આ વાતને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. પાર્ટીના નવ ઉમેદવારોમાંથી ત્રણ થોડા દિવસો પહેલા જ પાર્ટીમાં જોડાયા છે. પ્રથમ યાદીમાં અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોના નામ નથી. આવી સ્થિતિમાં આ દિવસોમાં તમામની નજર બેઠકોના ઉમેદવારો પર છે.