બીએસએફે પાકિસ્તાની ધૂષણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો,હરામી નાળા પાસેથી ત્રણ પાકિસ્તાની માછીમારો ઝડપાયા

ભુજ,

બીએસએફે ભુજમાંથી રાતભર વિશેષ અભિયાન ચલાવીને હરામીનાળા પાસેથી ત્રણ પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે. ૧૧ ડિસેમ્બરે બીએસએફની ગસ્તી ટુકડીએ હરામી નાળા વિસ્તારમાં એક પાકિસ્તાની માછલી પકડનાર હોડી અને માછીમારોનની અવરજવર જોઇ આથી એવર્ટ બીએસએફની ટીમે તાકિદે ઘટના સ્થળે પહોંચી અને હોડી જપ્ત કરી લીધી હતી પરંતુ બીએસએફને પોતાની તરફ આવતા જોઇ માછીમારો હોડી છોડી પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતાં પરંતુ કઠોક અને પડકારજનક સ્થિતિમાં પણ બીએસએફે તેમનો પીછો કર્યો અને ત્રણ પાકિસ્તાની માછીમારોને પકડી લીધા હતાં

પકડાયેલા પાકિસ્તાની માછીમારોના નામ અલી અસગર પુત્ર લાલ ખાન ઉવ ૨૫,જાન મોહમ્મદ પુત્ર લાલખાન ઉવ ૨૭,બિલાલબલ પુત્ર ખમીસો ઉવ ૨૨નો સમાવેશ થાય છે આ તમામ પાકિસ્તાનમાં ઝીરો પોઇન્ટ ગામના નિવાસી છે. અલી અસગરને પહેલા પણ ૨૦૧૭માં બીએસએફે પકડયો હતો અને એક વર્ષ સુધી ભુજ જેલમાં રહ્યો હતો અને બાદમાં અટારી વાધા સીમાથી પાકિસ્તાન પાછો ગયો હતો. માછીમારોની પુછપરછ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ માછલી પકડવા માટે આવ્યા હતાં કારણ કે આ તેમની આજીવિકાનું મુખ્ય હોત છે.