અમદાવાદના વાલના જાડેશ્ર્વર ખાતેના બસ ડેપોમાં પાર્ક કરેલી ત્રણ ઈલેક્ટ્રિક બસોમાં મંગળવારે વહેલી સવારે આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.આ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આપી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદના વાલના જાડેશ્ર્વર ખાતેના બસ ડેપોમાં પાર્ક કરેલી ત્રણ ઈલેક્ટ્રિક બસોમાં મંગળવારે વહેલી સવારે આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) બસો ચાર્જ કરવામાં આવી રહી હતી જ્યારે તેમાંથી એકમાં આગ લાગી હતી, આગ પછી બાજુમાં પાર્ક કરેલી અન્ય બે બસોમાં ફેલાઈ હતી. આગમાં બસો તેમજ ચાર્જરને નુક્સાન થયું છે. બસ ડેપોમાં હોવાથી કોઈ મોટું નુક્સાન થયું નથી.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે. મ્ઇ્જીના તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.