બીઆરએસ ભાજપની બી-ટીમ, વડાપ્રધાન મોદી પાસે બીઆરએસનું રિમોટ કંટ્રોલ: રાહુલ ગાંધી

હૈદરાબાદ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યા હતા કે તેમનું રિમોટ કંટ્રોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે. રાજ્યના શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ને ’ભાજપની બી-ટીમ’ તરીકે વર્ણવતા કોંગ્રેસના નેતાએ તેનું નામ બદલીને ’ભાજપ સંબંધિત પાર્ટી’ રાખ્યું હતું. તેમજ રાહુલ ગાંધીએ એમ જણાવ્યું હતું કે કોંગ્રેસ એવા કોઈપણ જૂથમાં જોડાશે નહીં જ્યાં બીઆરએસ હશે.જો ટીઆરએસ બેઠકમાં ભાગ લેશે.

રાહુલ ગાંધીએ તેલંગાણાના ખમ્મમમાં જાહેર સભાને સંબોધતા કરતા કહ્યું હતું કે કે.ચંદ્રશેખર રાવ અને તેમની પાર્ટીના નેતાઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોએ બીઆરએસને બીજેપી સામે ઝૂકવા મજબૂર કર્યા છે. તેમણે અન્ય તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને કહ્યું છે કે કોંગ્રેસ એવા કોઈપણ જૂથમાં જોડાશે નહીં જ્યાં બીઆરએસ હશે.

વધુમાં કહ્યું હતું કે બીઆરએસએ ભાજપની સંબંધિત સમિતિ જેવી છે. કે. ચંદ્રશેખર રાવ માને છે કે તેઓ રાજા છે અને તેલંગાણા તેમનું રજવાડું છે. કોંગ્રેસ હંમેશા સંસદમાં ભારતીય જનતા પાર્ટી સામે ઉભી રહી છે.પરંતુ રાવની પાર્ટી ભાજપની બી ટીમ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનું રિમોટ કંટ્રોલ છે.

વિપક્ષી દળોએ બિહારના પટનામાં ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવા માટે બેઠક કરી હતી અને ટૂંક સમયમાં જ બેંગલુરુમાં ફરીથી બેઠક કરશે. બીઆરએસ અને કેટલાક અન્ય બિન ભાજપ પક્ષો આ જૂથનો ભાગ નથી.કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર અને પાર્ટીની કરોડરજ્જુ ગણાવ્યા હતા.રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસે લોકોને નાગરિકો અને વિધવાઓ માટે દર મહિને રૂ ૪,૦૦૦ પેન્શન અને આદિવાસીઓ માટે જમીનનું વચન આપ્યું હતું.આ ઉપરાંત ગરીબોને મદદ કરવા માટે આ બીજું પગલું છે અને આદિવાસી ભાઈઓને તેમની જમીન પાછી આપવામાં આવશે.

મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ કેસીઆર તરીકે જાણીતા છે જેનો રીમોટ કંટ્રોલ વડાપ્રધાન મોદીના હાથમાં હોવાનો આક્ષેપ કરતા દિલ્હીના કથિત દારૂ કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો. દિલ્હીની આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપરાંત તેલંગાણાના કેટલાક નેતાઓ પણ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તપાસ હેઠળ આવ્યા હોવાના અહેવાલ છે. કે.ચંદ્રશેખર રાવ તેમની ભ્રષ્ટાચારની ગતિવિધિઓને કારણે વડાપ્રધાન મોદીના નિયંત્રણમાં છે. તેમણે દારૂ કૌભાંડમાં જે ભ્રષ્ટાચાર કર્યો હતો તે તમામ લોકો જાણે છે.તેથી જ મેં કહ્યું કે ટીઆરએસ એ ભાજપની બી-ટીમ છે અને તેઓએ તેનું નામ બદલીને બીઆરએસ કરી લીધું છે. જેનો અર્થ ભાજપ સંબંધી સમિતિ છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ હવે બીઆરએસ તરીકે ઓળખાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લિકર કાર્ટેલ સાઉથ ગ્રુપના વડા અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી. તેઓ બીઆરએસ એમએલસી અને મુખ્યમંત્રી રાવની પુત્રી કવિતાના નજીકના સહયોગી તરીકે જાણીતા છે. ૨૦૨૦-૨૧ માટે હવે સમાપ્ત થઈ ગયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંબંધિત મામલામાં પણ કવિતાની પૂછપરછ કરવામાં આવી છે.રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે રાવ અને તેમના પક્ષના નેતાઓ સામેના ભ્રષ્ટાચારના આરોપોએ તેમને ભાજપની આધીન બનાવી દીધા છે અને તેથી જ વડા પ્રધાને તેમના પર કબજો જમાવ્યો છે.જેમ કર્ણાટકમાં ભાજપને હરાવ્યું હતું. તેમ તેલંગાણામાં ભાજપની બી-ટીમને હરાવીશું. ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણી માટે ભાજપ સામેના વિરોધના તાજેતરના પ્રયાસો પર સંગઠિત થવા અપીલ કરી હતી. અન્ય વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે જો ટીઆરએસ બેઠકમાં ભાગ લેશે. તો કોંગ્રેસ તેમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસ ટીઆરએસ સાથે સ્ટેજ શેર કરી શકશે નહીં. અમે અન્ય વિપક્ષી દળોને કહ્યું હતું કે કોંગ્રેસ એવા કોઈપણ જૂથમાં જોડાશે નહીં જ્યાં બીઆરએસ સામેલ હોય. અમે બીઆરએસ સાથે સ્ટેજ શેર કરી શક્તા નથી.