નવી દિલ્હી: જી-20ની સફળતા બાદ વધુ એક વખત વિદેશી મહેમાનોના ભારત પ્રવાસનો પ્રારંભ થશે અને બ્રિટીશ વડાપ્રધાન ઓકટોબર માસના અંતમાં નવી દિલ્હી- લખનૌની મુલાકાત લઈ શકે છે. બન્ને દેશોમાં લાંબા સમયથી ‘ફ્રી ટ્રેડ’ એગ્રીમેન્ટની ચર્ચા ચાલી રહી છે અને હવે તેમાં આખરી નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા બ્રિટીશ પીએમ રીશી સુનક વચ્ચે તા.29-30 ઓકટોબરના શિખર બેઠક યોજાઈ શકે છે.
તા.29ના ક્રિકેટ વર્લ્ડકપનો ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો મેચ લખનૌમાં રમાવાનો છે અને સંભવત આ મેચ નિહાળવા બન્ને વડાપ્રધાન લખનૌ પણ જઈ શકે છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો જે રીતે વણસ્યા છે તેમાં ઉપરાંત ઈઝરાયેલ- હમાસ યુદ્ધના સંદર્ભમાં આ મુલાકાત મહત્વની છે જે કેનેડાએ ભારત સાથેની ફ્રી-ટ્રેડ-એગ્રીમેન્ટ વાતચીત સ્થાપિત કરી છે ભારત તે બ્રિટન સાથે શકય બને તે જોવા આતુર છે.