બ્રિટનની ૧૪૧ મહિલાઓએ બનાવ્યું ૧૩૦૦ કિલોનું પ્રમુખસ્વામીનું પેઇન્ટિંગ

અમદાવાદ,

સામાન્ય રીતે બબલ વ્રેપ પેકિંગમાં વપરાતું હોય છે. આ ‘બબલ વ્રેપ’ મટીરીયલથી પેઈન્ટિંગ તૈયાર થાય એવો સવાલ થાય. પરંતુ હા, અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મહિલા હરિભક્તોએ શક્ય કરી બતાવ્યું છે.

બ્રિટનમાં વસતા મહિલા ભક્તોએ વિશાળ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ કર્યું છે. આશરે ૧૩૦૦ કિલોનું વજન ધરાવતા ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગમાં સિંહફાળો મહિલાઓએ આપ્યો છે. મહિલાઓએ ૬ મહિનાની અથાગ જહેમત બાદ આ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ તૈયાર કર્યું છે.

‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગની વિશેષતા – ૧૩ મીટર ઠ ૭.૫ મીટરની સાઈઝ છે. ૮ લાખ ૫૦ હજાર રંગબેરંગી બબલ ઉપયોગ કરાયો છે. ૧૪૧ મહિલાઓએ તૈયાર કર્યું છે. આશરે ૧,૩૦૦ કિલોનું પેઈન્ટિંગ છે. ૬ મહિનાની મહેનત બાદ પેઈન્ટિંગ તૈયાર થયું છે.

બ્રિટનમાં બાયો મેડિકલ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતાં દેવિકાબેન પટેલ અન્ય મહિલાઓ સાથે સેવામાં જોડાયાં હતા.પ્રોગ્રામની મદદથી પહેલા પેઈન્ટિંગનો લે-આઉટ તૈયાર કરવામાં આવ્યો. પછી એક ચોરસ મીટરની લાકડાની ફ્રેમ પર બબલ વ્રેપના ભાગ ચોંટાડવામાં આવ્યા.