લંડન,
ઇંગ્લેન્ડ માટે એક આશ્ર્ચર્યજનક અને કદાચ સ્થાનિકો માટે આઘાતજનક સમાચાર આવી ગયા છે. ૨૦૨૧ની વસ્તી ગણતરી મુજબ ઇંગ્લેન્ડમાં હવે ખ્રિસ્તીઓ ધામક લઘુમતી બની ગયા છે. એ પ્રથમ વખત બન્યુ છે કે ખ્રિસ્તીઓ હવે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લઘુમતી તરીકે ઓળખાશે અને આ દેશની વસ્તીમાં પ્રથમ વખત ૫૦%થી નીચે ચાલી ગઇ છે.
બ્રિટનની ધ ઓફીસ ફોર નેશનલ સ્ટેટીક્સના હાલના જાહેર થયેલા આંકડા મુજબ દેશની કુલ વસ્તીના (૨૭.૫ મીલીયન)ના ૪૬.૨% વસ્તી ક્રિશ્ર્ચયનોની રહી છે. આ લોકોએ જ ખુદને ક્રિશ્ર્ચયન જાહેર કર્યા હતા જે ૨૦૧૧ની વસ્તી ગણતરી કરતાં ૧૩.૧% ઓછા છે. આ વસ્તી ગણતરીના આંકડા એ પણ દર્શાવે છે કે ક્રિશ્ર્ચયનીટી સિવાય ઇંગ્લેન્ડમાં છેલ્લા ૧૦ વર્ષમાં અન્ય મુખ્ય ધર્મના લોકોની સંખ્યા વધી છે.
જો કે ક્રિશ્ર્ચયનોની સંખ્યામાં કે ઇસુ ખ્રિસ્તનો ધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતા તેમાં બીજા ક્રમે ’નો રીલીજીયન’ એટલે કે કોઇ ધર્મ સાથે સંકળાયેલા નથી અથવા કોઇ ધર્મ પાડતા નથી તેવા લોકોની સંખ્યા ૨૨.૨ મીલીયન થઇ છે જે અગાઉ કરતા ૧૪.૧ મીલીયન વધુ છે. યોર્કના આર્ક બીશપના જણાવ્યા મુજબ આ કોઇ આશ્ર્ચર્યજનક વાત નથી. બ્રિટનમાં ક્રિશ્ર્ચયનની સંખ્યા ઘટી રહી છે તેમ છતા આજે વિશ્ર્વમાં ક્રિશ્ર્ચયાનીટી એ સૌથી મોટુ મુવમેન્ટ છે. બ્રિટનમાં જ્યારે હવે સામાજિક અને રાજકીય રીતે ધર્મનો પ્રભાવ વધવા લાગ્યો છે તે સમયે આ પ્રકારની સ્થિતિ એલાર્મીંગ હોવાનું અનેક બ્રિટીશરો માને છે.
ક્રિશ્ર્ચાનીટી બાદ સૌથી મોટા ગ્રુપ એશિયન, એશિયન બ્રિટીશર અથવા એશિયન વેલ્થ ગણવામાં આવે છે જે મૂળ અન્ય દેશોના છે પરંતુ લાંબા સમયથી બ્રિટનમાં વસ્તા છે અને તેમના અલગ અલગ ધર્મો છે પરંતુ તેઓ પોતાને બ્રિટીશર તરીકે ઓળખાવે છે.