બ્રિટનમાં ક્રિસમસના તહેવાર દરમિયાન નિરસતાનો માહોલ, મોંઘવારીને કારણે કર્મચારીઓ અને જનતા પરેશાન

લંડન,

બ્રિટનમાં બસ, રેલવે, એરપોર્ટ, એમ્બ્યુલન્સ, નર્સિંગ અને પોસ્ટલ સ્ટાફ સહિતના વિભાગોમાં બે લાખથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે. આ હડતાળ ક્રિસમસના તહેવાર દરમિયાન શરૂ થવા જઇ રહી છે. જેના કારણે બ્રિટનમાં સામાન્ય મુશ્કેલીઓ ઉભી થવાની સંભાવનાઓ છે.

નોંધનીય છેકે બ્રિટનમાં ક્રિસમસ તહેવાર દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. પરંતુ હડતાળની અગમચેતીના કારણે વાતાવરણ નિરસ લાગી રહ્યું છે. બીજી તરફ બ્રિટનમાં મોંઘવારીએ માઝા મુકી છે. જેને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર દેખાઇ રહી છે. બ્રિટનમાં મોટાભાગના કર્મચારીઓ પગાર વધારાની માગ કરી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે જે ઝડપથી બ્રિટનમાં મોંઘવારી વધી રહી છે તે ગતિથી પગાર વધતો નથી. અને, સામાન્ય લોકોનું જીવન દુષ્કર બન્યું છે. નોંધનીય છેકે બ્રિટનમાં મોંઘવારીનો દર ૧૧ ટકાની આસપાસ છે. જોકે નર્સિંગ સ્ટાફ, પોસ્ટલ કર્મચારી, એમ્બ્યુલન્સ સ્ટાફને પગારમાં સામાન્ય વધારો કરાયો છે.

બ્રિટનમાં ૭ ડિસેમ્બરે શિક્ષકોની હડતાળની શરૂઆત થઇ હતી. આ સાથે ૨૩થી ૩૧ ડિસેમ્બર સુધી એરપોર્ટ કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરવાના છે. જેમાં સ્ટાફ ગેટવિક, હીથ્રો, માન્ચેસ્ટર, બમઘમ, ગ્લાસગો અને કાડફ એરપોર્ટના કર્મચારીઓ હડતાળ કરશે. જેને કારણે બ્રિટન સરકારે એરપોર્ટ પર સૈન્ય કર્મચારીઓને ગોઠવવાનો નિર્ણય કર્યો છે. આ સેનાના જવાનો હડતાળ દરમિયાન કામ કરશે.

બ્રિટનના આશરે ૪૦ હજાર રેલવે કર્મચારીઓ ૧૩થી ૧૭ ડિસેમ્બર વચ્ચે હડતાળ પર જવાના છે. તેનાથી બ્રિટનની ૫૦ ટકા રેલવે સેવા ખોરવાઈ જવાની આશંકા સેવાઇ રહી છે. ૧૫ અને ૨૦ ડિસેમ્બરે આશરે ૧ લાખ જેટલી નર્સો હડતાળ પર ઉતરવાની તૈયારીમાં છે. જોકે, હડતાળ દરમિયાન હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ઈપ્સોસ નામની સંસ્થાના સર્વેમાં કહેવાયું છેકે બ્રિટનમાં અગાઉ આટલા મોટાપાયે આશરે ૩૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૯માં હડતાળ કરાઈ હતી.

ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ૠષિ સુનક સામે મોટો પડકાર ઊભો થયો છે. બ્રિટનમાં ટેક્સના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. પણ જેહટ્ઠાના હિસાબે આ નિર્ણય યોગ્ય છે. લોકોને એ વાતથી જ તકલીફ છે કે પગાર પહેલાથી ઓછો છે તો વધારે ટેક્સ કેવી રીતે ચૂકવીએ? આ જ કારણે સુનકની લોકપ્રિયતા ઘટી રહી છે