બ્રિટનમાં વધી રહેલ સખત કોરોના વાયરસના કારણોસર બુધવારથી લોકડાઉન

બ્રિટનમાં કોરોનાવાયરસના નવા પ્રકારો મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આને કારણે, ચેપ ઝડપથી ફેલાય છે. યુકેમાં કોરોના વાયરસના ચેપના કેસમાં મોટા પ્રમાણમાં થયેલા વધારા અને નવા પ્રકારના COVIDની ઓળખને લીધે બુધવારથી દેશની રાજધાની લંડન અને તેના આસપાસના વિસ્તારમાં કડક લોકડાઉન લગાવાશે. બ્રિટિશ સરકારે સોમવારે સંસદમાં આની જાહેરાત કરી હતી. આ નવા પ્રકારનાં કોરોના વાયરસ ‘ખૂબ જ ઝડપથી’ ફેલાવવા માટે જવાબદાર છે.

આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે હાઉસ કોમન્સના સાંસદોને જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં ફક્ત સાત દિવસમાં આ જીવલેણ વાયરસ સંક્રમણના કિસ્સા બમણા દરે વધી રહ્યા છે, તેથી તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવાની જરૂર હતી. આવી સ્થિતિમાં, લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં ‘ટીયર -3 ‘ સ્તરના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે, જેનો અર્થ લગભગ સંપૂર્ણ લોકડાઉન છે.