
બ્રિટનમાં ચીનની સરકારી ટીવી ચેનલના પ્રસારણ પર રોક લગાવી દેવામાં આવી છે. તપાસમાં તે જાણવા મળ્યું છે કે ચાઈના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કના સંપાદકીય પર કોઈ કંટ્રોલ નથી અને તેનો સીધો સંબંધ ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે. આ નિર્ણયથી બ્રિટન અને ચીનમાં તણાવ વધી શકે છે. બ્રિટનના સંચાર નિયામકે જણાવ્યું કે, સીજીટીએનના લાઈસન્સને રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ચેનલ બ્રિટનમાં ફ્રી હતી.
નિયામકને આ ચેનલ વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી હતી કે જબરદસ્તી સ્વીકારોક્તિના પ્રસારણ કર્યાંની સાથે જ નિષ્પક્ષતા અને સત્યતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. હોંગકોંગમાં બ્રિટિશ વાણિજ્ય દૂતાવાસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓ વિશે સૂચનાને લઈને ચીની પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને ટોર્ચર કર્યું હતું. જ્યારે એક અન્યએ જણાવ્યું હતું કે ચીનમાં કેદ દરમિયાન તેને ગુનો સ્વિકારવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ દાવા પર એ સમયે સીજીટીએનને કોઈ જવાબ નહોતો આપ્યો.
બ્રિટિશ નિયામકે જણાવ્યું કે, આદેશનું પાલન કરવા માટે સીજીટીએનને પુરતો સમય આપવામાં આવ્યો હતો. બ્રિટનના સંચાર નિયામકે એક નિવેદનમાં કહ્યું, તમામ તથ્યોની સાથે પ્રસારક અને દર્શકોની અભિવ્યક્તિની આઝાદીના અધિકાર પર સાવધાનીપૂર્વક વિચાર કર્યા બાદ અમે બ્રિટનમાં સીજીટીએનના પ્રસારણ લાઈસન્સને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે