લંડન,
બ્રિટનની અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં મંદીમાંથી પસાર થઈ રહી છે. એ કારણે આ દેશ વર્તમાનમાં રહેવા માટે યોગ્ય નથી. બ્રિટિશ લોકોને જીવન નિર્વાહ માટે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવે ખાદ્ય સામગ્રીનું સંકટ પણ ઊભું થઈ ગયું છે. એવામાં બ્રિટને ફળો અને શાકભાજીનું રેશનિંગ શરૂ કરી દીધું છે. આ રેશનિંગને યુકેમાં બે સૌથી મોટા સુપરમાર્કેટ- મોરિસન અને એસ્ડાએ લાગુ ક્યાં છે. તે અંતર્ગત ટામેટાં, બટેટાં, મરચાં, લેટીસ (એક જાતની પત્તાવાળી કોબી જેવી શાકભાજી) અને બ્રોકલી જેવી જલદી ખરાબ થઈ જતી વસ્તુઓની ખરીદી પ્રતિબંધિત કરી દેવાઈ છે. દરેક ગ્રાહક તેમાંથી માત્ર બે કે ત્રણ વસ્તુ જ ખરીદી શકે છે, વધારે નહીં. સોશિયલ મીડિયા પર પણ બ્રિટનના સુપરમાર્કેટમાં શાકભાજીના ખાલી પડેલા રેકની તસવીરો શેર કરવામાં આવી રહી છે.
બ્રિટનના ત્રીજા સૌથી મોટા સુપરમાર્કેટ એસ્ડાએ સૌથી પહેલા પ્રતિબંધ લગાવ્યો. તે પછી બુધવારે મોરિસને પણ પોતાના ગ્રાહકો માટે આવો જ નિયમ લાગુ કરી દીધો. પૂર્વ લંડન, લિવરપૂલ અને બ્રિટનના અન્ય ભાગોમાં શાકભાજીની ભારે અછત છે. એસ્ડાના ગ્રાહકો ટામેટાં, મરચાં, કાકડી, લેટ્યૂસ, સલાડ બેગ, બ્રોકલી, ફુલાવર અને રાસબરી જેવી વસ્તુઓ માત્ર બે કે ત્રણની સંખ્યામાં જ ખરીદી શકશે. ટેલીગ્રાફ યુકેના એક રિપોર્ટ મુજબ,બુધવારે મોરિસને ગ્રાહકનો વધુમાં વધુ બે ટામેટાં, કાકડી, સલાડ અને મરચાં ખરીદવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો ચે. અન્ય સુપરમાર્કેટ પણ આ પ્રકારના પગલાં લેવાનું વિચારી રહ્યાં છે.
બ્રિટનમાં ભીષણ ઠંડીના કારણે સ્થાનિક ખેતી સંકટમાંથી પસાર થઈ રહી છે. તેની અસર પાકના ઉત્પાદન પર જોવા મળી છે. આ દરમિયાન વિદેશોથી પાકની ઓછી કરવામાં આવતી હોવાથી બ્રિટનમાં અનાજનું સંકટ વધી ગયું છે. યુનાઈટેડ કિંગડમ દર વર્ષે શિયાળામાં કાકડી અને ટામેટાં જેવી લગભગ ૯૦ ટકા વસ્તુઓની આયાત કરે છે. શિયાળા અને વસંત દરમિયાન સુપરમાર્કેટ માટે સ્ટોક રાખવો મહત્વપૂર્ણ છે. બ્રિટન આ મહિના દરમિયાન મા૬ પાંચ ટકા ટામેટાં અને ૧૦ ટકા સલાડનું ઉત્પાદન કરે છે અને બાકીને વિદેશોમાંથી ખરીદે છે.
જોકે, દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ખરાબ મૌસમે ઘણા પાકની લણણીમાં અડચણ ઊભી કરી છે. મોરક્કો અને સ્પેન, જે સદીઓથી બ્રિટનના અગ્રણી આપૂતકાર રહ્યા છે, તે અસાધારણ ખરાબ મૌસમનો સામનો કરી રહ્યા છે. મોરક્કોથી ફળોના ઉત્પાદનની માત્ર પ્રભાવિત થઈ છે, કેમકે ઉત્પાદક ગત ત્રણથી ચાર સપ્તાહમાં ઠંડા તાપમાન, ભારે વરસાદ અને પૂર સામે ઝઝૂમી રહ્યા છે. અસામાન્ય ઠંડીએ ટામેટાં પાકવાની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કર્યો છે, જેની આપૂત ખાસ રીતે પ્રભાવિત થઈ છે. તો, ખરાબ હવામાને આ વસ્તુઓને બ્રિટ સુધી પહોંચાડતી ફેરીને પણ પોતાની મુસાફરી રદ કરવા માટે મજબૂર કરી છે. આ કારણે સમગ્ર સપ્લાય ચેઈન જ પ્રભાવિત થઈ ગઈ છે.
મોરક્કોએ ઓછા ઉત્પાદનને જોતા ટામેટાં, ડુંગળી અને બટેટાંના નિકાસ પર કેટલીક હદ સુધી અંકુશ લગાવ્યો છે. તો, સ્પેનથી આયાત પર મૌસમની અસર પડી છે. દેશના અલ્મેરિયા વિસ્તારથી ટામેટાંનું વેચાણ ગત વર્ષે ફેબ્રુઆરીની સરખામણીમાં ૨૨ ટકા ઓછું છે. એસોસિએશન ઓફ ફ્રુડ એન્ડ વેજિટેબલ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન ઓફ અલ્મેરિયા, કોએક્સફાલએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, સ્થિતિ ચિંતાનજક થવા લાગી છે, કેમકે કેટલીક કંપ્નીઓને પોતાના ગ્રાહકોના શેડ્યુલને પૂરું કરવામાં સમસ્યા થવા લાગી છે. બ્રિટનની સ્થાનિક આપૂત પણ પ્રભાવિત થઈ છે. બ્રિટિશ બાગાયત ઉત્પાદન સામાન્ય રીતે માર્ચ કે એપ્રિલના અંતમાં શરૂ થાય છે, પરંતુ સ્થાનિક ઉત્પાદન શ્રમની અછત અને ઉર્જા તેમજ ખાતરની વધતી કિંમતોથી પ્રભાવિત થઈ છે. વધતા ઉર્જા બિલોએ બ્રિટિશ ખેડૂતોને ગ્રીનહાઉસ બંધ કરવા માટે મજબૂર કય છે, કેમકે તે ખચ પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બ્રિટનમાં ફળો અને શાકભાજીઓની અછતની સમસ્યા હજુ વધવાની છે. દેશના નેશનલ ફાર્મર્સ યુનિયન (એનએફયુ)ના અયક્ષ મિનેટ બેટર્સએ કહ્યું કે, બધા પ્રભાવી રીતે રેશનિંગથી બચવા ઈચ્છે છે, જેવું કે આપણે ડિસેમ્બરમાં ઈંડાની બાબતમાં જોયું હતું, પરંતુ મને લાગે છે કે કેટલીક ખાદ્ય સામગ્રીઓની ઉપલબ્ધતા સામે પડકાર આવવાનો છે. સંઘ મુજબ, ૧૯૮૫માં રેકોર્ડ શરૂ થયા બાદ ટામેટાં અને કાકડી જેવી સલાડ સામગ્રીની આપૂત સૌથી નીચલા સ્તર સુધી ઘટવાની શક્યતા છે. ધ ડેઈલી મેલના એક રિપોર્ટમાં બેટર્સને ટાંકીને કહેવાયું છે કે, મરચાં અને સલાડ જેવી શાકભાજી જે ઘરના આંગણામાં ઉગાડવામાં આવે છે, તેની આપૂત સૌથી વધુ પ્રભાવિત થઈ છે. જ્યારે કે, બટેટાં, ફુલાવર અને બ્રોકલીના ઉત્પાદનને લઈને પણ ચિંતાઓ છે.