લંડન,
જો તમે વિચારતા હોય કે સમોસા ફકત ભારતમાં જ પસંદ છે તો આ બિલકુલ પણ સાચુ નથી યુનાઇટેડ કિંગડમ ટી એન્ડ ઇન્ફયુઝન એસોસિએશનની એક રિસર્ચથી સામે આવ્યું છે કે બ્રિટેનના લોકોને પણ સમોસા ખાવા પસંદ કરે છે અને તે તેને ચ્હાની સાથે લે છે.
રિસર્ચ અનુસાર બ્રિટનના ૧૮થી ૨૯ વર્ષના યુવા ચ્હાની સાથે સમોસાને પ્રાથમિકતા આપે છે.હકીકતમાં બ્રિટનમાં ચ્હાની સાથે બિસ્કિટ લેવાનું ચલન છે પરંતુ હવે લોકો પોતાનો ટેસ્ટમાં પરિવર્તન લાવી રહ્યાં છે હકીકતમાં ૧૦ હજાર લોકો પર એક સર્વ થયું જેમાં એ સામે આવ્યું છે કે ૮ ટકા લોકો ચ્હાનની સાથે ગ્રેનોલા લઇ રહ્યાં છે જયારે લોકોની બીજી પસંદ ચ્હાની સાથે સમોસા છે.જો કે આ ચલન યુવાનોમાં વધુ જોવા મળી રહ્યું છે જયારે તેની ઉમર ૬૫ વર્ષથી વધુ છે તે ચ્હાની સાથે બિસ્કીટ લેવાનું પસંદ કરે છે.
યુનાઇટેડ કિંગડમ ટી એન્ડ ઇન્ફયુજન એસોસિએશનના મુખ્ય કાર્યકારી ડો.શેરોન હોલનું કહેવુ છે કે ગ્રેનોલા બાર અને સમોસા લોકોનું પેટ ભરે છે. કદાચ એટલા માટે લોકો ચ્હાની સાથે બિસ્કિટની જગ્યાએ તેને સામેલ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે લોકો ચ્હાની સાથે કેટલાક ચટપટાનો વિકલ્પ શોધી રહ્યાં હશે આથી તેમણે બિસ્કિટની જગ્યાઓ સમોસાને પસંદ કરી સમોસા લોકો માટે એક એવું સ્નૈક હોઇ શકે છે જે તેમને તાજેતરમાં કરવામાં આવેલ યાત્રાની બારેમાં યાદ અપાવશે.