મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંને મોટાભાગે મોટી ઈવેન્ટ્સ અને ડેટ્સ માટે સાથે જોવા મળ્યા છે. કપલ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ આ દિવસોમાં બંનેના બ્રેકઅપના સમાચાર સતત સામે આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપલ અલગ થઈ ગયા છે. સાથે જ એવી પણ માહિતી મળી હતી કે મલાઈકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી અર્જુનની ત્રણ બહેનોને અનફોલો કરી દીધી છે. જો કે આ અહેવાલો વચ્ચે કપલ ફરી એકવાર સાથે જોવા મળ્યું છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અર્જુન અને મલાઈકા સાથે જોવા મળે છે. બંને મૂવી થિયેટરની બહાર નીકળતા નજર આવ્યા હતા. વિડીયોમાં કોઈ શકાય છે કે મલાઈકાએ વ્હાઇટ આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને તેના વાળ પોનીટેલમાં બાંધેલા છે. સાથે જ અર્જુન કપૂર લીલા રંગના હૂડી અને ગ્રે ટ્રાઉઝરમાં જોવા મળે છે અને તેણે કેપ પહેરી છે.
બ્રેકની અફવાઓ વચ્ચે ચાહકો અર્જુન અને મલાઈકાને એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે. આ વાયરલ વીડિયોને જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ખાલી ખોટા લોકો બ્રેકઅપની અફવાઓ ફેલાવે છે. ‘ તો અન્ય એ લખ્યું – જોઈને આનંદ થયો કે તેમનું બ્રેકઅપ થયું નથી. વધુ એક યુઝરે લખ્યું- તમારા બંનેની જોડી ઘણી સારી લાગે છે.
રવિવારે મુંબઈમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ માટે બહાર ગયા હતા. બંનેએ સાથે લંચ કર્યું, લંચ માટે જતી વખતે તેઓ સાથે જોવા મળ્યા હતા. જોકે બન્નેએ કંઈ કહ્યું નહોતું.
જણાવી દઈએ કે મલાઈકાએ બે દિવસ પહેલા તેના કૂતરા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેના પર અર્જુને કમેન્ટ કરી હતી. તે પછી પણ ઘણા યુઝર્સ સતત બંનેના બ્રેકઅપ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. એવામાં હવ આ વાયરલ વીડિયો પછી એમના બ્રેકઅપની અફવાઓનો અંત આવ્યો છે.