બ્રાઝિલના એમેઝોનના જંગલમાં પ્લેન ક્રેશ, કાટમાળમાં લાગી ભીષણ આગ, ૧૨ના મોત

બ્રાઝિલના એમેઝોન ફોરેસ્ટ વિસ્તારમાં રવિવારે એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયા છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના અહીંના મુખ્ય એરપોર્ટ રિયો બ્રાન્કોની પાસે બની હતી. પ્રારંભિક માહિતી અનુસાર – તે એક નાનું વિમાન હતું.

આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી આગ નીકળતી જોવા મળે છે. એવું કહેવાય છે કે વિમાનમાં કેટલાક પ્રવાસીઓ અને બાકીના વહીવટી લોકો હતા.

17 સપ્ટેમ્બરે વિમાન દુર્ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બ્રાઝિલ અને અમેરિકાના મુસાફરોનો સમાવેશ થાય છે. તમામ મુસાફરો બાર્સેલોનામાં માછીમારી માટે જઈ રહ્યા હતા.

આ અકસ્માત એમેઝોનાસની રાજધાની માનૌસથી લગભગ 400 કિમી દૂર બાર્સેલોસ પ્રાંતમાં થયો હતો. બ્રાઝિલના મીડિયા અનુસાર, ખરાબ હવામાનને કારણે પાયલોટ પ્લેનને લેન્ડ કરવા માટે લેન્ડિંગ સ્ટ્રીપનો અંદાજ લગાવી શક્યો ન હતો.